કોઇપણ દેશ રાજ્ય, શહેર કે ગામ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનવા કંઇક ને કંઇક નવું કરવા પ્રેરાઇ છે. ઐતિહાસિક, ધાર્મિક, કુદરતી, એવા અનેક આયામો છે. જેના દ્વારા પ્રવાસી તે સ્થળની મુલાકાત લેવા પ્રેરાય છે અને એ સ્થળનાં સ્થાનિક લોકો પણ આ પ્રકારની બાબતોને વધુ પ્રોમોટ કરે જેથી વધુને વધુ લોકો ત્યા આવે અને એક કમાણીનું સાધન પુરુ પાડે.
પરંતુ નહિં આજે આપણે એક એવા ગામની વાત કરીશું જ્યાં પ્રવાસીઓ જાય છે તો સ્થાનિક લોકોને ગમતું નથી વાત છે સ્વીસનાં એક ગામડાની લેવર્ટાઝુનામનાં ગામમાં પ્રવાસીઓ જાય છે તો ગામ લોકોને ગમતુ નથી ત્યાંનુ રોજીંદુ જનજીવ પ્રવાસીઓનાં આગમથી ખોરંભાય છે જ્યાં પ્રવાસીઓ ટુંકા કપડા પહેરીને રસ્તા પર આટા માટે કે ખુલ્લામાં જાજ‚ કરે તે સ્થાનિક લોકોને પસંદ નથી….
જાણવા જેવી વાત એ છે કે આ ગામ ફેમસ કેમ બન્યું. તો બન્યુ એવું હતુ કે એક ફિલ્મમેકર અને તેનો મિત્ર વર્ઝાસ્કા નદીમાં તરતા હતા તેનો વિડિયો વાયરલ થયો અને લોકો એ ગામ જોવા નીકળી પડ્યા પરંતુ બન્યું ઉંધુ અને સ્થાનિક રહેવાસીઓએ ટુરીસ્ટને આવકરવા કરતા રવાના કરવાનું વધુ પસંદ કર્યુ.