આમ તો તમે ઘણા સ્થળ પર ફરવા ગયા હશો અને દરેક સ્થળની સુંદરતને જાણી હશે પરંતુ આજે અમે તમન. એક એવા ગામ વિશે જણાવીશું જ્યાં ન તો કોઇ રસ્તા છે કે ન તો કોઇ વાહન, પરંતુ આ ગામની સુંદરતાને જોતા જ તમે આ ગામમાં જ ખોવાઇ જશો.
આ ગામમાં એક પણ રોડ નથી. આ ગામમાં જગ્યાથી બીજી જગ્યા પર જવા માટે પુલ છે. પરંતુ આ ગામ કોઇ સ્વર્ગથી ઓછુ નથી.
મીદરલેન્ડમાં ગીએયુર્ન નામનું એક પ્રસિધ્ધ પર્યટક સ્થળ છે. જેને દક્ષિણનું વેનીસ અથવા તો નીદરલેન્ડનું વેનીસ પણ કહેવામાં આવે છે.
આ ગામનું નિર્માણ ૧૨૩૦માં કરવામાં આવ્યું છે. અહીં ઇલેક્ટ્રીનીક મોટરથી બોટને ચલાવામાં આવે છે. અને તેના જ ઉપયોગથી લોકો એક સ્થળથી બીજા સ્થળ પર જાણ છે.
આ ગામમાં એક પણ રસ્તા નથી આથી તમને અહીં એક પણ બાઇક કે ગાડી જોવા નહીં મળે. જ્યાં લીધે અહીં રહેતા લોકોએ ઘણા લાકડાના પુલ બનાવ્યા છે. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે આ નાનકડા ગામમાં ૧૮૦થી પણ વધુ પુલ છે.