ભારતમાં એક તરફ પુર્વજોને તર્પણ દેવાની પ્રથા છે. ત્યારે ઇંડોનેશીયામાં એક અલગ જ પરંપરા સામે આવી છે. પુરી દુનિયામાં શવને કબ્રમાં અથવા તો અગ્ની સંસ્કાર આપવાની પ્રથા છે. ત્યારે એક એવી જનજાતિ એવી છે જે શવોને ખુદાઇ કામ કરીને બહાર કાઢવામાં આવે છે. આ અનોખી પરંપરા આ જનજાતિ માટે એક ઉત્સવના ‚પમાં હોય છે. સાંભળવામાં અજીબ લાગતી આ પરં૫રા ઇંડોનેશીયાના દક્ષિણ સુલાવેસીના ટોશજા જનજાતિની છે.
આ જાતિના લોકો આ પરંપરાને એક તહેવારની જેમ મનાવે છે ત્રણ દિવસ ચાલતી આ પરંપરામાં શવોને કબ્રમાંથી બહાર કાઢી તેમને સુકવામાં આવે છે. ત્યાર તેમને નવડાવીને સુંદર વસ્ત્રો પહેરવામાં આવે છે આ શવો સાથે આ જાતિના લોકો એવો વ્યવહાર કરે છે જેમ કે તે એક જીવતા માણસો હોય આ ચમકા શવોને તેના પરિવારજનો બહાર ફરવા પણ લઇ જાય છે.
આ લોકો શવને એ રીતે સજાવે છે કે તેમના ચહેરા પર સ્માઇલ હોય તેવું દેખાય છે. પોતાના પુર્વજો સાથે જોડવાનો આ સમય આ લોકો માટે ખાસ હોય છે. તેમણે શ્રધ્ધાંજલી આપીને તેમની પાસેથી સારા ફસલ માટે આર્શિવાદ લે છે. આ શવોને પુરા શહેરમાં ઘુમાવ્યા બાદ આ ગામના લોકો ભેંસોની બલી આપે છે. તેવું માને છે કે આ બલી આપવાથી તેમના પુર્વજોને સ્વર્ગ નસીબ થાય છે.