દુનિયાની અજીબો-ગરીબ વસ્તુઓથી ભરેલું છે. એવામાં એક ગામ છે, જ્યાં જન્મે ત્યારે છોકરી હોય છે પરંતુ ઉંમર વધતાની સાથે તેમનું જેન્ડર ચેન્જ થવા લાગે છે. અંતમાં તે એક છોકરો બની જાય છે.
દુનિયામાં એક એવું ગામ છે જ્યાં છોકરીઓ જ્યારે તરુણાવસ્થામાં આવે છે ત્યારે તેઓ છોકરાઓમાં ફેરવાઈ જાય છે. અહેવાલ મુજબ, આ ડોમિનિકન રિપબ્લિક દેશના ‘લા સેલિનાસ’ નામના ગામની વાર્તા છે, જે વૈજ્ઞાનિકો માટે પણ એક રહસ્ય છે. અહીંની છોકરીઓની એક ખાસ ઉંમર બાદ જેન્ડર ચેન્જ થઈ જાય છે.
રિપોર્ટ અનુસાર, અહીંયા વૈજ્ઞાનિકો છોકરીઓના છોકરા બનવાના મુદ્દે દાયકાઓથી સંશોધન કરી રહ્યા છે. અહીંના લોકો આ ગામને એક શાપિત ગામ માને છે કારણ કે છોકરીઓ છોકરાઓ બની જાય છે. વૈજ્ઞાનિકો પણ આજ સુધી આ રહસ્ય ઉકેલી શક્યા નથી.
12 વર્ષ થતાં જ થવા લાગે છે જેન્ડર ચેન્જ
રિપોર્ટ અનુસાર, આ ગામમાં તમામ છોકરીઓ 12 વર્ષની ઉંમર સુધીમાં છોકરીઓ છોકરામાં ફેરવાઈ જાય છે. આવા બાળકોને ‘ગ્વેદોચે’ કહેવામાં આવે છે. સ્થાનિક ભાષામાં આ શબ્દનો અર્થ કિન્નર થાય છે. આવી ઘટનાઓને કારણે અહીં રહેતા લોકોને તેમના ઘરમાં દીકરી હોવાનો ડર સતાવી રહ્યો છે. પરિસ્થિતિ એવી બની છે કે આ ગામમાં બાળકીનો જન્મ થતાં માતમ છવાઈ ગયો છે. આ વિચિત્ર ઘટનાઓને કારણે ગામમાં છોકરીઓની સંખ્યા પણ નોંધપાત્ર રીતે ઘટી રહી છે.
શું છે આ બીમારી
જ્યારે બાળક માતાના પેટમાં હોય છે ત્યારે તે સ્ત્રીલીંગ હોય કે પુલીંગ તેમના બે પગની વચ્ચે એક ઉભાર હોય છે જેને ‘ટ્યુબર્કલ’ કહેવામાં આવે છે જ્યારે આ બાળક 8 અઠવાડિયાનું થઇ જાય છે ત્યારે તે બાળકમાં સ્ત્રીલિંગ કે પુરુષલીંગમા આકારમાં બદલાય છેે પરંતુ અમુક બાળકોમાં આ વિકાસની કમી રહે છે જે હોર્મોન બનવામાં મદદરૂપ કરે છે અને ત્યાર બાદ અમુક વર્ષો પછી તે વીકસીત થાય છે આ હોર્મોનને વીકસીત થતા 10 વર્ષ લાગી છે આથી તે બાળક છોકરીના‚પમાં જન્મ લઇ 10 વર્ષ પછી પુરુષ બને છે.
આપણા દેશમાં જેમ કિન્નરોને એક અપમાનીત નજરથી જોવામાં આવે છે તેમ આવા બાળકોનો પણ એજ હાલ હોય છે.