છોકરી હોય કે છોકરો એક ઉંમર બાદ જ્યારે તે યુવાવસ્થામાં પગ રાખે છે ત્યારે ઘણા ફેરફાર જોવા મળે છે. જેમાં કોઇનો અવાજ ભારે થઇ જાય છે તો કોઇ છોકરી કે છોકરામાં શારિરીક પરિવર્તન પણ જોવા મળે છે. પરંતુ આજે અમે તમને એવા ગામ વિશે જણાવીશું કે જ્યાં અમુક ઉંમર પછી છોકરી છોકરો બની જાય છે. આ વાત કોઈ મજાક નથી પરંતુ સત્ય હકીકત છે.
ડોમિનિકન રિપબ્લિક દેશમાં એક લા સેલિનાસ નામનું એક ગામ છે, આ ગામની વિચિત્ર વાત એ છે કે, અમુક ઉંમર બાદ છોકરીઓની જાતિ બદલાઈને છોકરો થઇ જાય છે, આ પાછળનું કારણ શું છે તે વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી.
12 વર્ષની ઉંમર બાદ છોકરી છોકરો બની જાય છે
લા સેલિનાસ ગામની વસ્તી 6 હજારની આસપાસ છે. આ ગામની ઘણી છોકરીઓ 12 વર્ષની થતા જ છોકરો બની જાય છે. આ બીમારીથી ગામના લોકો મુશ્કેલીમાં છે. તો વિશ્વભરના સંશોધકો માટે આ બીમારી અને ગામ શોધનો વિષય છે, પરંતુ નક્કર કારણ જાણી શકાયું નથી. તો 12 વર્ષ બાદ જે છોકરી, છોકરો બની જાય છે ડોક્ટર તેમને ‘આનુવંશિક વિકાર’ કહે છે.
આ બીમારીથી જે બાળકો પીડિત છે તેને સ્થાનિક ભાષામાં ‘સુડોહર્માડાઇટ’ કહેવામાં આવે છે. જે છોકરીઓમાં આ વિકાર હોય છે તે ચોક્કસ ઉંમર બાદ તેના શરીરના અંગ પુરુષ જેવા બની જાય છે. જે છોકરીઓનો અવાજ પાતળો હોય છે, તેનો અવાજ ભારે થઇ ગયો છે. આ રહસ્યમય બીમારી સામે 90 પૈકી 1 બાળકો ઝઝૂમી રહ્યું છે.
આ બીમારી વિશે વાત કરવામાં આવે તો જે છોકરી તરીકે જન્મેલા બાળકોમાં સમય જતા પુરુષોના અંગ બનવા લાગે છે. તેમનો અવાજ ભારે થઇ જાય છે અને ધીમે-ધીમે શરીરમાં બદલાવ આવે છે ,આ બાદ છોકરીમાંથી છોકરો બની જાય છે.
જ્યારે પણ આ ગામમાં દીકરીનો જન્મ થાય છે ત્યારે પરિવારમાં શોક છવાઈ જાય છે. પરિવારજનોને ખબર હોય છે કે, આ છોકરી મોટી થતા છોકરો બની જશે. આ કારણે આ ગામમાં છોકરીઓની સંખ્યામાં પણ ઘરખમ ઘટાડો થઇ રહ્યો છે. આ બીમારીથી પીડિત બાળકોને ગ્રામજનો ખરાબ નજરે જુએ છે. આ બાળકોને ‘ગ્વેદૉચે’ નામથી બોલાવામાં આવે છે. સ્થાનિક ભાષામાં ‘ગ્વેદૉચે’નો અર્થ કિન્નર થાય છે.