પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવી જનતા પાસે માફી માગવી
શહેરમાં યુવકોને વિડિયો બનાવી સોશીયલ મિડિયા પર લાઈક મેળવવાની ઘેલછા લાગી હોય તેમ અવારનવાર કાયદાનું ઉલ્લંઘન કરે છે.ત્યારે વધુ એક યુવકે વિડીયો બનાવવાની ઘેલછામાં બંદુકમાંથી ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો બનાવ્યો હતો. જેમાં યુવક ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી પાડી પોતાની પાસે રહેલી બંદુકમાંથી હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. જો કે, પોલીસે વીડિયો વાઇરલ કરનાર યુવક દીપ ગોસ્વામીની અટકાયત કરી પોલીસે અટકાયત કરી હતી.જેમાં પોલીસે પૂછપરછમાં રમકડાની બંદુકથી વીડિયો બનાવ્યો હતો. બાદમાં વીડિયો એડેટિંગ કરી રિયલ ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો બનાવ્યો હતો. પોલીસે જનતાની માફી માગતા વિડીયો બનાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.
રાજકોટમાં પોલીસનો ખૌફ જ ઓસરી ગયો હોય તેમ એક બાદ એક સોશિયલ મીડિયામાં આવા વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. ધોળા દિવસે રસ્તા પર આ રીતે યુવક વીડિયો બનાવી પોલીસને પડકાર ફેંકતો હોય તેવું લાગી રહ્યું છે. હાલનું યુવાધન આવા વીડિયો બનાવવામાં ગાંડાતૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે.