હત્યા તેમજ પોકસો સહિતની કલમ હેઠળ ગુન્હો
જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક અડપલાં કર્યા પછી તેનું માથું પછાડીને હત્યા કરી દીધી હતી. આ ઘટના સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે અને મામા સામે ફિટકારની લાગણી વરસી રહી છે.
મળતી માહિતી મુજબ, દ્વારકાના મીઠાપુરમાં હિન્દુ વાઘેર યુવતીના બે મહિના પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ તે 2 મહિનાથી ત્રણ દીકરીઓને લઈને કુટુંબી મોટા બાપા ડોસાજી માણેકના ઘરે રહેવા ગઇ હતી. અહીં ડોસાજી માણેકનો દીકરો નીતિન માણેક પણ ત્યાં જ સાથે રહેતો હતો.
મામો બાળકી સાથે મારકૂટ કરતો
આ દરમિયાન આઠ વર્ષની નાની બાળકી કે જેને તેનો કુટંબી મામો નીતિન માણેક હેરાનગતી કરતો હતો. આઠ વર્ષની બાળકી કપડામાં જ પેશાબ કરી લેતી હોવાથી નીતિન તેની સાથે અવારનવાર મારકૂટ કરતો હતો. આ સિવાય તેની સાથે શારીરિક અડપલાં પણ કરતો હતો. જે અંગે બાળકીએ માતાને ફરિયાદ કરતાં તેની માતાએ મામાને ઠપકો આપ્યો હતો, પરંતુ તેણે ઉશ્કેરાઈ જઇ માસુમ બાળકીને અને માતા બંનેને પતાવી દેવાની ધમકી આપી હતી.
દિવાલ સાથે માથું પછાડી બાળકીની કરી હત્યા
સોમવારે સિક્કામાં ભરાતી ગુજરી બજારમાં માતા ખરીદી અર્થે ગઇ હતી. તે દરમિયાન પાછળથી તેની આઠ વર્ષની બાળકીને નીતિને શારીરિક અડપલાં કર્યા બાદ માર મારી દિવાલ સાથે અને જમીનમાં માથું પછાડ્યુ હતું, જેનાથી બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ બેભાન થઈ ગઈ હતી. જ્યારે તેની માતા ઘરે આવી તો જોયું કે, માસુમ બાળકી બેભાન અવસ્થામાં હતી. બાદમાં તાત્કાલિક માતા પોતાની દીકરીને લઈ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં સારવાર દરમિયાન જ બાળકીનું મોત નિપજ્યું હતું.
સિક્કા પોલીસે પોક્સો કલમ હેઠળ કરી નરાધમી મામાની ધરપકડ
સમગ્ર ઘટનાની સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે 8 વર્ષની માસુમ બાળકીની હત્યા અને શારીરિક અડપલાં કરવા અંગે બાળકીની માતાની ફરિયાદના આધારે કુટુંબી મામા નીતિન માણેક સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નરાધમી મામાની ધરપકડ કરી લીધી છે.
કુટુંબી ભાણેજ આઠ વર્ષની બાળકી સાથે કુટુંબી મામાએ શારીરિક અડપલાં કર્યા બાદ માથું પછાડી હત્યા નીપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચારબાળકીની માતાની ફરિયાદ ના આધારે કુટુંબી મામા સામે હત્યા તેમજ પોકસો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી અટકાયતમાં લીધો.
મામાએ યુવતી અને તેની પુત્રીને આપી ધમકી
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મીઠાપુરની હિંદુ યુવતીના બે મહિના પહેલા છૂટાછેડા થતા ત્રણ પુત્રીઓ સાથે પિયર પરત આવી. તેના બાદ યુવતી પોતાની પુત્રીઓ સાથે પિયરમાં તેના કુટુંબી મોટા બાપુ ડોસાજી માણેકના ઘેર રહેવા લાગી. દરમ્યાન પિયર આવ્યાના થોડા સમયમાં જ કુટુંબી મામો નીતિન માણેક તેની પુત્રીઓને હેરાન કરતો હતો. 8 વર્ષની બાળકી સાથે નીતિન બહુ ખરાબ વર્તન કરતો હતો. જેને લઈને યુવતીએ નીતિને ઠપકો પણ આપ્યો હતો. ત્યારે નીતિને ઉશ્કેરાઈને બાળકી અને માતાને ધમકી આપી હતી કે હું તમારી સાથે ગમે તે કરીશ જોઈ લેજો..અને ગઈકાલે યુવતી જ્યારે કામસર બજારમાં ખરીદી માટે ગઈ હતી ત્યારે નીતિને યુવતીની 8 વર્ષની દીકરી સાથે અડપલાં કર્યા અને માથું પછાડી ઘાયલ કરી હતી. યુવતી જ્યારે પાછી ઘરે આવી ત્યારે પુત્રીની આવી હાલત જોતા હોસ્પિટલ લઈ ગઈ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. યુવતીની ફરિયાદના આધારે સિક્કા પોલીસે નીતિન માણેક સામે કાયદાકીય કાર્યવાહી કરી.
ભાણેજ માટે મામા બન્યો કાળ
સિક્કામાં રહેતી 8 વર્ષની માસૂમને ખબર નહોતી કે તેના મામા તેના માટે કાળ બનશે. ઉત્તરાયણ તહેવાર પર બહેન અને દિકરીને ખાસ વસ્તુઓનું દાન કરાતું હોય છે. ત્યારે સિક્કામાં બનેલ ઘટનાએ સંબંધોની સલામતીનો પોકાર કરનાર સમાજને અરીસો બતાવ્યો છે.મામાએ પોતાની બદદાનત પાર પાડવા માસૂમને પણ ના છોડી. કૌટુંબિક મામાએ 8 વર્ષની માસુમની હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. સંબંધોને શર્મશાર કરનાર કિસ્સો સામે આવતા મામા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. કૌટુંબિક મામાએ ભાણેજને માથું પછાડી મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં સિક્કા પોલીસે આરોપીની અટકાયત કરી પોક્સો અને હત્યા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.
અહેવાલ : સાગર સંઘાણી