કહેવાયં છે ને કે ‘માં તે માં બીજા બધા વગડાના વા’… આ ઉકિત પશુ-પંખીઓ માટે પણ યથાર્થરૂપ સાબિત થાય છે, વાંકાનેરના ગાયત્રી મંદિરના એક લીમડાના વૃક્ષની લટકતી ડાળીએ એક દેવચકલી પોતાના બચ્ચાને દાણા ખવડાવે છે તે વેળાની અતિ દૂર્લભ તસ્વીર વાઈલ્ડ લાઈફના તસ્વીરકારના કેમેરામાં કેદ થઈ છે.
દેવચકલી વિશ્ર્વના શ્રેષ્ઠ ગાયક પંખીઓનાં કુળનું આ પંખી છે.તેની સીસોટી મીઠી હોય છે.ઝાડની ડાળીના છેડે લગભગ બાંધે છે. ચીથરા, રૂ, સાંઠીઓ ઘાસથી ભૂખરા રંગનો માળો લંબ ગોળાકાર માળો કરે છે. તેમાં ગોળાકાર પ્રવેશ દ્વાર રાખે છે. ચોમાસામાં મૂખ્યત્વે ઈંડા ત્રણ મૂકે છે.
એકવાર આવ્યા બાદ અડધી કલાકે વારા ફરતી નર-માદા આવે તેની દુર્લભ તસવીરોમાં ત્રણ નાના બચ્ચાને ખોરાકમાં લીલી ઈયળો, જીવાતો ચાંચમાં લાવી ત્રણે બચ્ચાને વારા ફરતી ખવડાવે અને ચરક કરે તો સફાઈ કરે ગોળાકાર સફેદ ચરકને માળા બહાર નાખી આવે આવી દેવ ચકલીની રોજનીશી તસવીરોમાં લેવામાં આવી તેમાંથી ચૂટેલી તસવીરો અત્રે પ્રસ્તૃત છે. (તસવીર: ભાટી એન.)