તમારી પાસે જે હોય તે બીજાઓ સાથે વહેંચીને વાપરો. તમારા ગજવામાં થોડા સિકકા હંમેશા રાખો અને ગરીબ માણસોને આપતા રહો. આ અભ્યાસ નિયમિત કરતા રહો. વહેંચવામાં આનંદ અને શાંતિ છે. વહેંચવાથી વિશ્ર્વપ્રેમનો વિકાસ થાય છે. અને લોભવૃત્તિનો નાશ થાય છે. વહેચવાથી સ્વાર્થ ઓછો થાય છે. અને નિ:સ્વાર્થ વિકસે છે. વહેચવાથી હૃદય પવિત્ર થાય છે. અને એકતાનો અનુભવ થાય છે,

તમારી પાસે શારીરિક, માનસિક કે આધ્યાત્મિક જે હોય તેની સૌને વહેંચણી કરો. આ છે સાચો યજ્ઞ, એ જ સાચો ત્યાગ, આથી તમા‚ હૃદય વિશાળ થશે અને અંતે અદ્વત અનૂભુતિ પ્રાપ્ત થશે.દાનના કાર્યો કરવાની તમને તરસ હોવી જોઈએ. અવા સુયોગની રાહ જોવી જોઈએ નહિ, પરંતુ આવો પ્રસંગ પેદા કરવો જોઈએ.

કોઈને કંઈ પણ આપો તો તે શ્રધ્ધાપૂર્વક અપો; અશ્રધ્ધાથી નહિ. દાન કરવામાં પાછી પાની કદી પણ કરશો નહિ, દાનની સાથે નમ્રતા અને દયા હોવી જોઈએ, આપીએ છીએ તેના પર ઉપકાર કરીએ છીએ તેવો ભાવ કદી પણ જન્મવા દેશો નહિ.

દાન ઘણા પાપોનો નાશ કરે છે. જીસસ ક્રાઈસ્ટે પણ કહ્યું છે કે દાન અનેક પાપોને આવરી લે છે હૃદયને પવિત્ર કરવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ દાન છે. ભગવદ્ ગીતા પણ કહે છે યજ્ઞ, દાન અને તપ તો માનવીના હૃદયને પાવન કરે છે.તમે જો પવિત્ર ધન અને ઉત્તમ બાળકોની અશા રાખતા હો તો દાન કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.