‘અબતક’ ના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’માં આયુર્વેદાચાર્ય અને દંત વિદ્યાના વિસારદ્ ડો. પ્રશાંત ગણાત્રાએ નાડી પરીક્ષા પર વિગતવાર ચર્ચા કરી
માનવીના શરીરમાં થતાં અનેક નાના મોટા રોગનું નિવારણ અગાઉથી જ જાણીને તેની સંભવતાને આધારે નિદાન કરી શકાય છે. નાડી પરીક્ષણ આયુર્વેદ શાસ્ત્રના એક ભાગનું મહત્વનું અંગ દર્શાવેલું છે જેની ચર્ચા અત્રે રજુ કરેલ છે.
પ્રશ્ર્ન:- આયુર્વેદમાં તબીબનું પરિક્ષણ કરવાની પઘ્ધતિઓ કઇ કઇ છે?
જવાબ:- આયુર્વેદમાં ઘણા બધા શાસ્ત્રો છે. ઘણા બધા ઋષિ મુનિઓ પ્રમાણે અલગ અલગ રોગી પરીક્ષાઓ હોય છે. શાસ્ત્રો મુજબ દ્વિતીય પરીક્ષા જેમાં બે પ્રકારે રોગી પરીક્ષા થઇ શકે છે. જેમાં પ્રત્યક્ષ પરીક્ષા અને અનુમાન પરીક્ષા, દર્દી તમારી સામે હોય ને પરિક્ષણ કરવામાં આવે તેને પ્રત્યક્ષ પરીક્ષા કહેવાય છે અને જયારે રોગી તમારી સાપેક્ષ નથી હોતું અને અનુમાન કરીને દવા કરવાની થતી હોય છે જેને અનુમાન પરીક્ષણ કહી શકાય.
એક વર્ગ એવો રહેલો છે કે તેઓ ત્રિવિધ પરીક્ષામાં માનતા હોય છે. જે દર્શન, સ્પર્શન અને પ્રશ્ર્ન, જેમાં દર્દી તમારી પાસે આવે ત્યારે જોઇને જ ખ્યાલ આવી જતો હોય તેને દર્શન પરીક્ષા તરીકે ઓળખાશે. બીજું દર્દીની નાડી સ્પર્સ દ્વારા બીમારીનો ખ્યાલ આવી જતો હોય છે. ત્રીજું પ્રશ્ર્ન કે જેમાં દર્દીઓને પ્રશ્ર્ન પૂછીને ખ્યાલ આવી જતો હોય છે રોગી પરીક્ષા પંચવિધ પરીક્ષા રહેલી છે. જે આપણી શરીરના પાંચ જ્ઞાનેન્દ્રીય રહેલી છે. જેના પરીક્ષણ પરથી રોગીની પરીક્ષા કરી શકીએ, સદ વિધ પરીક્ષા છે જેમાં પાંચ જ્ઞાનેન્દ્રીય પરીક્ષા ઉપરાંત પ્રશ્ર્નો પૂછવામાં આવે છે જેને સદવિધ પરીક્ષણ કહેવાય છે.
એક વર્ગ એવો છે કે અષ્ટવિધ પરીક્ષામાં માને છે જેમાં નાડી, મળ, મૂત્ર, જીવા, શબ્દ, સ્પર્શ, રકત અને આકૃતિ આ આઠ પ્રકારની પરીક્ષા કરવામાં આવે છે. કોઇપણ ડોકટર પાસે જઇએ તોતે નાડી પર હાથ રાખીને તપાસ કરતા હોય છે. જેમાં માત્ર હ્રદયના ધબકાર જ નહિ, બધાં જ અંગ અને અવયવો વિશે માહીતી મળે છે.
પ્રશ્ર્ન:- નાડી પરીક્ષા કરતી વખતે દર્દીએ અને ડોકટરે કઇ કઇ બાબતોનો ખ્યાલ રાખવાનો હોય છે?
જવાબ:- આ નાડી પરીક્ષામાં મુખ્યત્વે ત્રણ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે એક આપણે થોડી પ્રાથમિક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે જે નાડી પરીક્ષણ કરી રહ્યા છે. એના લીધે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે અને નાડી પરીક્ષણ માટે તમારી પાસે દર્દી આવી રહ્યો છે, દર્દ પણ અમુક વસ્તુઓ નું ધ્યાન રાખવાનું છે આપણે પ્રાથમિક બાબતો નું ધ્યાન રાખવાનું છે તેની ચર્ચા કરીએ તો નાડી પરીક્ષણ તમે કોઇ એવી જગ્યાએ કરો કે તે જગ્યા એકદમ શાંત વાતાવરણમાં હોય અને ત્યાંનું વાતાવરણ એકદમ સ્વચ્છ હોય તમે કોઈ ભીડભાડવાળી જગ્યાએ કે જ્યાં જગ્યાએ કે થતો હોય ત્યાં બધા લોકોની અવરજવર હોય એ જગ્યાએ તમે નાડી પરીક્ષણ નથી કરી શકતા બરાબર આ ખાસ કરીને કોઈ જગ્યાએ તમે ક્યાં છો જમવા ગયા છો તો જમતા જમતા આજે તમારી સામે ટીવી ચાલુ છે ટીવી જોતાં જોતાં, રસ્તામાં તમારું મિત્રો મળી ગયો તો એની સાથે અમે તમારી સામે હાથ લાંબો કર્યો હોય તેને જરા ઉભા ઉભા અન્ય પ્રવૃત્તિ કરતા કરતા તમે નાડી પરીક્ષણ કરી શકતા નથી. એનાથી શું થાય છે કે આજે પરીક્ષા છે ને નુકસાન થાય છે એટલે બને ત્યાં સુધી શાંત અને સ્વચ્છ વાતાવરણમાં અને જો નાડી પરીક્ષણ થાય તો એની દાંત બહુ સાચું થતું હોય છે તમારી સાથે ઉપરાંત આપણે પરીક્ષણ કરનાર છે એમના માટે પણ શાસ્ત્રોમાં લખાયેલું છે કે જે નાડી વૈદ છે ને તેમની શારીરિક સુધી અને મનની સુધી આ અત્યંત આવશ્યક છે, એટલે કે સવારે સ્નાન સૌ શાંતિથી પોતાના શરીરની શુદ્ધિ કરેલી હોવી જોઈએ અને મનની શુદ્ધિ માટે જો શક્ય હોય તો સવારે બ્રાહ્મમુહૂર્તમાં ઉઠી અને યોગ પ્રાણાયામ મંત્રો અને આપણે સેટિંગ થઇ શકી હતી. આ બધી વસ્તુ દ્વારા મનની શુદ્ધિ થતી હોય છે અને મનની શુદ્ધિ થશે તો પણ નાડી પરીક્ષણ જ મુખ્ય સિદ્ધાંત છે. આજે તમારે ચોક્સાઇ આવશે, તમારે નિયમિત યોગ પ્રાણાયામ દ્વારા તમારા મનની શુદ્ધિ થઈ હશે તમારું મન પ્રસન્ન રહેશે તમારું મન સ્થિર રહેશે જેથી મારી પાસે આવતા જે દર્દી છે
ત્રીજું દર્દી માટે ત્રીજો અતિ અગત્યનો જ મુદ્દો હોય તો એ છે આ નાડી વિદ્યા નાડી જ્ઞાન પર એમનો વિશ્વાસ જ્યારે તમારી પાસે ની પરીક્ષા કરાવે છે ત્યારે પરીક્ષાને શંકાની નજરે જોશે તો એને જે પરિણામ મળવું જોઈએ તે નહીં મળે એટલે દર્દીનો સારવાર ઉપર અને ઔષધિ ઉપર વિશ્વાસ હશે અને પૂરી ધીરજ સાથે સારવાર કરશે તો એને 100% પરિણામ મળશે.
પ્રશ્ર્ન:- સ્ત્રી અને પુરુષના નાડી નિદાનમાં બન્ને વચ્ચે શું તફાવત છે?
જવાબ: જ્યારે નાડી પરીક્ષણ કરી રહ્યા છીએ ત્યારે શાસ્ત્ર મુજબ પુરુષનો જમણો હાથ નાડી પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાતો હોય છે અને સ્ત્રીના ડાબા હાથની નાડી પરીક્ષણ માટે ઉપયોગમાં લેવા જેવી છે,જો તમારે ત્યાં નાનું બાળક હોય તો બાળકમાં પણ આ જ સિદ્ધાંત કામ કરે છે.
પ્રશ્ર્ન:- મોટાભાગે ડોકટરો કે વૈધ ત્રણ આંગળી થી નારી તપાસ કરતા હોય છે પરંતુ એક આંગળી કે તે રીતે પરિક્ષણ શુ થઈ શકે??
જવાબ:- આ નાડી પરીક્ષણ હંમેશા ત્રણ આંગળી થી થતું હોય છે અને એ ત્રણ આંગળી માં પણ શાસ્ત્રોમાં આંગળીઓ નું વર્ણન છે. જેમાં પહેલી આંગળી છે જેને આપણે કહી શકીએ કે જેને આપણી ભાષામાં તર્જની આંગળી કરી શકાય છે આંગળી છે એને આપણે મધ્યમા આંગળી ફેરવી શકે અને સામાન્ય મિટિંગ કરીએ છીએ અને ત્રીજી કે અનામિકા આંગળી છે. આ ત્રણ આંગળીઓનો ઉપયોગ નાડી પરીક્ષણ માટે થતો હશે એનું કારણ છે કે જે પહેલી તર્જની આંગળી છે તેમાં વાયુ તત્વનું પ્રાધાન્ય છે એટલે કે વાત નાડીના નિદાન માટે તમારે તર્જની આંગળી થતી હોય છે. બીજી આંગળી છે જે મધ્યમ આંગળી છે એમાં અગ્નિ તત્વનું પ્રાધાન્ય છે પિત નાડીના નિદાન માટે ઉપયોગી છે અને ત્રીજી તેને આપણે અનામિકા આંગળી કરીએ છીએ એમાં જળ તત્વનું આદિત્ય છે.
પ્રશ્ર્ન:- પ્રકૃતિ અને વિકૃતિ કેટલા પ્રકારની હોય છે?
જવાબ:- પ્રકૃતિ સાત પ્રકારની હોય છે જેમાં એક દોસજ પ્રકૃતિ વાત જ એક જ ને કફજ છે. વિદુર જ પ્રકૃતિ વાતજ મા વાત, કફ અને પિત્ત કફ જ છે અને એ ત્રિદોષ જ કહી શકાય વાત, પિત્ત, કફ અને શાસ્ત્રોમાં સન્નિપાત જોવા મળી રહે છે એમ કુલ આ 7 પ્રકારની પ્રવૃત્તિ છે. આ ત્રણ દોષ છે વાત, પિત્ત અને કફએ આપણા શરીરના પાયામાં રહેલા છે તે જ્યારે વધે છે અથવા ઘટે છે એમનો વૃક્ષજ થાય છે તેનાથી આપણા શરીરમાં વિકૃતિ નો જન્મ થયો છે.
પ્રશ્ર્ન:- નાડી પરીક્ષણ કરવાથી ડોક્ટર કે વૈદ ને શું કારણે નીકળતા હોય છે અને તેના પરથી શું નીદાન અપાતું હોય છે?
જવાબ:-ખાસ કરીને નાડી પરીક્ષણ તમે જ્યારે કોઈ દર્દીનું કરો છો તો તમારી પાસે બે વસ્તુ આવી રહી છે તરત એને પ્રકૃતિ અને એ તેમને વિકૃતિ તમે રોગીની પ્રકૃતિ વિશે માહિતી તમને એના સ્વભાવ વિશે ખ્યાલ આવી ગયો કે શરીરમાં કયા પ્રકારની વિકૃતિ ચાલી રહી છે એના વિશે તમને માહિતી મળી ગઈ તો આ બંનેના અનુસંધાને તમે રોગીને ખોરાક અને જીવનશૈલી રોકે છે, સ્વસ્થ જીવન જીવી શકશે આજે રોગીને કોઈ પણ બીમારી અથવા કોઈપણ વિચાર થાય છે એનું મૂળ કારણ શું છે તો અપૂરતા પોષણયુક્ત ખોરાક અને અસ્ત-વ્યસ્ત જીવન છે અને સાથે આજે શરીરમાં એક દર્દીની પ્રકૃતિ સ્વભાવ વિશે તમને ખ્યાલ છે એના શરીરમાં શું વિકૃતિ ચાલી રહી છે એના વિશે ખ્યાલ છે, તો આ બંને પ્રશ્ર્નો તા જ્યારે કોઈ પણ આ ઔષધિઓ સુચવશો કોઈ પણ સારવાર સૂચવશો તો ફરી પાછો સ્વસ્થ થશે.
પ્રશ્ર્ન:- દવાના પ્રશ્ર્નોમાં દવા લેવી પડશે, એવા કોઇપણ તમારી સામે આવે છે તો નાડી જોઇને એને તમે કેટલો લાભ આપી શકો છો?
જવાબ:- કેટલીક બીમારીઓ એવી છે જે આપણી સાથે જીવનપર્યંત જોડાઈ જતી હોય છે જેમ કે બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ છે થાઈરોઈડ છે પરંતુ આ બધી બીમારીઓ પાછળનું મૂળ કારણ મૂળ દોષ છે અને તે આમદોષ વાત-પિત્ત-કફ વિશે તો લગભગ બધા જાણતા હોય છે પણ આ વાત પિત્ત કફ દોષ પણ અમુક શાસ્ત્રોમાં થયેલો છે જે કાચો આમ છે જ્યારે તમે ખોરાક લઈ રહ્યા છો જમા થઈ છે
કોલેસ્ટ્રોલ ડાયાબીટીસ આવી બધી મહામારી આવી જતી હોય છે, કોઈ પણ દર્દીને તેના શરીરની અંદર શરૂઆતના સ્ટેજમાં જ આપણા વસ્તુઓને પકડી લે કે બોર્ડર લાઇન ઉપર આ વસ્તુ છે ડાયાબિટીસ કે બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ શુ છે આપણે જીવનશૈલીમાં ફેરફાર કરાવી એ ખોરાકમાં થોડો ફેરફાર કરાવી અને થોડી આયુર્વેદિક ઔષધિઓ સજ્જડ બંધ રાખીને લાઈફ ટાઈમ એટલે કે જીવન પર્યંત આ બધી મેડિસિન્સ લેવાની જરૂર ન પડે એવું પણ થઈ શકે છે.
પ્રશ્ર્ન:- દંત વિશારદ સંશોધન વિદ્યાના તો થોડી એની પણ તમારા જીવન વિશે પણ થોડી વાત કરીએ તમે કેવી રીતે શિખાને આટલા સમયગાળામાં તમે કેટલાક દર્દીઓને લગભગ પરીક્ષણ કર્યું છે અને તેઓને શું ફાયદો થયો?
જવાબ:- ડો. પ્રશાંત ગણાત્રાના કહ્યા મુજબ
‘ અમારી પ્રાથમિક જરૂરિયાત છે એ આયુર્વેદાચાર્ય ની ડીગ્રી છે જેે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર માંથી પ્રાપ્ત કરી ત્યારબાદ મેં આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રતનપર ખાતે થી વિશાલ પત્ની ના ઉપાધિ મેળવી અને આ પછી હું આર્ટ ઓફ લિવિંગ બહુ સારી રીતે જોડાયેલો હતો, આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે એના શ્રી શ્રી રવિશંકર મહારાજ તેમની સાથે મુલાકાત મારા જીવનમાં બહુ મોટો વળાંક લઈને આવી અને સૂચન કે તેમના આગ્રહથી એમનાથી હું આના લીધે પડ્યો તો લિવિંગ સંસ્થાના જે છે એમની પાસે અમારી ટ્રેનિંગ થઈ અને ટ્રેનિંગ પછી આજે ર008થી એટલે કે છેલ્લા 14 વર્ષથી હું નારી પરીક્ષા કરી રહ્યોં છું જેમાં સોમવારથી શનિવાર રાજકોટ ખાતેના પરીક્ષા કરું છું, વાંકાનેર, ગોંડલ, મોરબ અને અમરેલી કે જયાં ં હું નાડી પરીક્ષણ તે માટે જઈ રહ્યો છું, અત્યાર સુધીમાં 10 થી 15 હજાર જેટલાનું પરીક્ષણ કર્યું છે.
સંદેશો
આપણી આસપાસ ઘણી બીમારીઓ છે, જે દવા સાથે જોડી રહી છે. જીવનમાં આયુર્વેદ અને યોગને એક સ્થાન આપશું એટલે કે રોજીંદા જીવનમાં અપનાવશું જેનાથી ભવિષ્યમાં પણ રોગોથી દુર રહી શકો. તેમજ પરિવારમાં અને સમાજમાં આયુર્વેદ અપનાવાનો પ્રચાર કરો. સ્વચ્થ રહો.
નાડી પરીક્ષણ દ્વારા મુખ્યત્વે બે વાતનો ખ્યાલ આવતો હોય છે, જેમાં પહેલું પ્રકૃતિ છે, પ્રકૃતિ એટલે સ્વભાવ, કહેવત મુજબ ‘માણસની પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય’ નારી પરીક્ષણમાં બીજુ વિકૃતિનો ખ્યાલ આવતો હોય છે વિકૃતિ એટલે શરીરનું જડમથલ જેમાં પરીક્ષણ ના ત્રણ દોષ વાત, પિત્ત અને કક્ષ તેમનો ખ્યાલ નાડી પરીક્ષણથી આવતો હોય છે. આમ, નાડી પરીક્ષણથી માણસ ના શરીરમાં હાલની પ્રકૃતિ અને હાલના શરીરના દોષોનો ખ્યાલ આવતો હોય છે.