શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા તમામ વોર્ડમાં મહિલાઓને વિનામૂલ્યે પેપસ્મીયર

ટેસ્ટ, યુવા મોરચા દ્વારા વિધાનસભા-68માં રક્તદાન કેમ્પ તેમજ ડોક્ટર સેલ દ્વારા વોર્ડ 12માં સર્વરોગ નિદાન કેમ્પ, વોર્ડ 1 અને વોર્ડ-2માં સફાઇ ઝુંબેશનો પ્રારંભ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો કાલે જન્મદિવસ છે ત્યારેે દર વર્ષે ભાજપ દ્વારા નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસને સેવા સપ્તાહ સ્વરૂપે વિભિન્ન કાર્યક્રમોના માધ્યમથી મનાવવામાં આવે છે અને તેઓના સ્વાસ્થ્ય અને દિધાર્યુની મનોકામના કરવામાં આવે છે, ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા કાલે તા.17/9ના નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત સેવા અને સમર્પણ હેઠળ વિવિધ સેવાકીય કાર્યોની વણઝાર યોજવામાં આવશે, જેમાં યુવા મોરચા દ્વારા સવારે 10:00 કલાકે ભોજલરામની વાડી, સંત કબીર રોડ ખાતે વિધાનસભા-68માં રક્તદાન યોજાશે.

જેમાં આ  કેમ્પમાં  જેમાં 71 બોટલ રક્ત એકત્ર કરવામાં આવશે. જેમાં યુવા મોરચાના અગ્રણી હિરેન રાવલ જવાબદારી સંભાળશે.  તેમજ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, લીનાબેન રાવલની આગેવાનીમાં મહિલા મોરચા દ્વારા બપોરે ર:00 થી પ:00 દરમ્યાન તમામ વોર્ડમાં મહિલાઓના પેપસ્મીયર ટેસ્ટ નો કાર્યક્રમ ડો. અતુલભાઈ પંડયાની હોસ્પિટલ, કોટેચાનગર ખાતે યોજાશે. તેમજ શહેર ભાજપ ડોકટર સેલ દ્વારા સવારે 9:00 કલાકે વોર્ડ નં.1ર – પ્રાણનાથજી પ્રાથમીક શાળા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. જેમાં ડો. ચેતન લાલસેતા જવાબદારી સંભાળશે.

તેમજ સવારે 11:30 કલાકે કીસાન મોરચા દ્વારા એકરંગ સંસ્થામા ભોજન કરાવાશે. તેમજ સાંજે 7:00 કલાકે તમામ વોર્ડના રામમંદીરોમાં શહેર ભાજપ દ્વારા મહાઆરતીનો ગુંજારવ થશે. જેમાં તમામ વોર્ડમાં વોર્ડપ્રમુખ જવાબદારી સંભાળશે. તેમજ ભાજપ દ્વારા આવતીકાલથી તમામ વોર્ડમાં સફાઈ ઝુંબેશનો વોર્ડ નં.1 અને વોર્ડ-ર થી પ્રારંભ કરવામાં આવશે. જેની જવાબદારી કેતન પટેલ તથા અશ્ર્વીન પાંભરને સોપવામાં આવેલ છે. તેમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની યાદીમાં જણાવેલ છે. તેમજ સાંજે 7:00 કલાકે બક્ષ્ાીપંચ મોરચા દ્વારા એકરંગ સંસ્થાઓની બાળાઓને નાસ્તો કરાવવામાં આવશે.

શહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા એકરંગ સંસ્થાની બાળાઓને ભોજન કરાવાશે

કાલે સાંજે 7:00 કલાકે બક્ષીપંચ મોરચા દ્વારા શહેરની એકરંગ સંસ્થાની બાળાઓને ભોજન કરાવવામાં આવશે. તો શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના તમામ કાર્યકર્તાઓને ઉ5સ્થિત રહેવા લલિત વાડોલીયા, જે.પી. ધામેચા, રત્નાભાઇ રબારીએ અનુરોધ કર્યો છે.

શહેર ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા ‘હોમ ફોર બોયઝ’ના દિવ્યાંગ બાળકોને ભોજન કરાવાશે

તા.17/9ના સવારે 10:30 કલાકે અનુ.જાતિ મોરચા દ્વારા શહેરના જામનગર રોડ સ્થિત સંસ્થા ‘હોમ ફોર બોયઝ’ના બાળકોને ભોજન કરાવવામાં આવશે. તો શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના તમામ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા મહેશ રાઠોડ, મહેશ અઘેરા, નાનજીભાઇ પારઘી, વજુભાઇ લુણસીયાએ અનુરોધ કર્યો છે.

શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરાશે

કાલે તા.17/9ના સવારે 11:00 કલાકે લઘુમતી મોરચા દ્વારા શહેરની સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવશે. તો શહેર ભાજપ લઘુમતી મોરચાના તમામ કાર્યકર્તાઓને ઉ5સ્થિત રહેવા શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી આસીફભાઇ સલોત, પ્રમુખ યાકુબભાઇ પઠાણ, મહામંત્રી વાહીદભાઇ સમા, રાજુભાઇ દલવાણીએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.