કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિતના અધિકારીઓ સહભાગી થયા
મોટી સંખ્યામાં નગરવાસીઓ જોડાયા
વેરાવળ: દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે આજે વેરાવળ ચોપાટી થી ટાવર ચોક સુધી ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ અંતર્ગત એક્તા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, પોલીસવડા મનોહરસિંહ જાડેજા સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતાં. આ રન ફોર યુનિટી અંતર્ગત એકતા દોડમાં વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોષી, નાયબ કલેક્ટર ભૂમિકા વાટલિયા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વેરાવળવાસીઓ જોડાયા હતાં.
આ અંગે મળતી માહિતી અનુસાર, દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે આજે વેરાવળ ચોપાટી થી ટાવર ચોક સુધી ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ અંતર્ગત એક્તા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, પોલીસવડા મનોહરસિંહ જાડેજા, અધિક જિલ્લા કલેક્ટર રાજેશ આલ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતાં.
ત્યારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આ અવસરે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ એક્તા દોડનું આયોજન વેરાવળ ચોપાટી થી ટાવર ચોક, ડો.બાબાસાહેબ આંબેડકર પાર્ક સુધી કરવામાં આવ્યું છે. તેમજ વધુમાં તેમણે સોમનાથ જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રની એકતા અને અંખડિતતા માટે આપણાથી જે પણ થાય તે પ્રદાન કરવું જોઇએ, દેશથી આપણું અસ્તિત્વ છે.
દેશને એક અને અખંડ બનાવવામાં સરદાર પટેલ સાહેબનો અનન્ય પ્રદાન રહ્યું છે ત્યારે તેમની જન્મ જ્યંતિના અવસરે તેમના આ પ્રદાનને યાદ કરવા અને એમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યભરમાં એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રન ફોર યુનિટી અંતર્ગત એકતા દોડમાં વેરાવળ પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોષી, નાયબ કલેક્ટર શ્રી ભૂમિકા વાટલિયા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર, માર્ગ એન્ડ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ મકવાણા, અંકિત ભદોરિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરૂણ રોય, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વેરાવળવાસીઓ જોડાયા હતાં.
અતુલ કૉટૅચા