વીરાંગના કલબ અને ઓસવાલ ગ્રુપ સાથે મળી કરશે સ્ત્રીશકિતને ઉજાગર
વીરાંગન કલબમાં સ્ત્રી સશકિત કરણ નવી પહેલ છે સ્ત્રી અંદરની દરેક સકારાત્મક ઉર્જાને વેગ મળે તથા તેના સર્વાની વિકાસ માટે આ કલબની સ્થાપના કરવામાં આવી છે. વીરાંગના કલબની સ્થાપના નવેમ્બર-2021માં ઇદોર શહેરમાં કરવામાં આવી આજે જુદા જુદા 10 શહેરમાં સ્ત્રીઓ માટે સ્ત્રીઓ થકી અને સ્ત્રીઓ વડે સંસ્થા ઉન્નતીના નવા રસ્તાની દોરવણી આપી રહ્યું છે.
રાજકોટમાં વીરાંગના કલબ અને ઓસવાલ ગ્રુપ સાથે સંકલન કરી તા. 23-7-2022 ના પીનાવારા સૌરાષ્ટ્ર પ્રથમ વખત પ્રારંભ થશે. રાજકોટ શહેરમાં આ કલબમાં જોડવા માટે મહીલાઓને જોત્સનાબેન કાકડીયા અને ધાત્રીબેન ભટ્ટે અપીલ કરી છે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા જોત્સનાબેન અને ધાત્રીબેન ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વીરાંગના કલબ રાષ્ટ્રીય સ્તર પર સ્થાપીત એક એવું પ્લેટફોર્મ છે જયાં દરેક મીહલાને વિકાસલક્ષી શિક્ષા તથા પોતાની આગવી કલાને ખીલવા માટેની સર્વોત્તમ તક મળે છે.