ત્રિફળા, કાળી મરી અને આદુ જેવા રસોઈઘરનાં ઔષધો પાચનક્રિયા માટે વરદાન સ્વરૂપ
આપણી લાઈફ સ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આપણે ગમે ત્યારે અને હેલ્ધી ફૂડ ખાતા હોઈએ છીએ અને આ ફૂડ પચાવવા માટે આપણે કોઈ ફીઝીકલ એકટીવીટી પણ કરતા નથી જેને કારણે પાચનતંત્રની સમસ્યા જટીલ બની જાય છે. ફાસ્ટફૂડ, પ્રોશેસ્ડ ફૂડ અને જંકફૂડ આપણે પેટમાં પધરાવીએ છીએ પરંતુ આ ફૂડ આપણા પાચન તંત્રને નુકશાન કરે છે.
આપણી ફૂડ હેબીટ્સને કારણે કયારેક આપણુ પાચનતંત્ર નબળુ પડતુ જાય છે. હેકટીક વર્ક શેડયુલ, તનાવ, અને હેલ્ધી ડાયટ હેબીટ્સ તેમજ ધ્રુમપાન અને આલ્કોહોલનું સેવન પાચનતંત્ર બગાડે છે. આ સાથે સ્ટ્રેસને કારણે પણ હેલ્થ ખરાબ થાય છે.
લાઈફસ્ટાઈલ એ પાચનતંત્ર બગડવા માટેનું એક મહત્વનું પરિબળ છે. આ અંગે ડોકટર્સ જણાવે છે કે, પાચનતંત્રની સમસ્યાને ઈગનોર ન કરવી જોઈએ કેમકે આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો શરીરને નુકશાન થાય છે. અહી કેટલાક એવા કુદરતી ઉપચારોથી માહિતગાર કરીશું જે પાચન તંત્ર ને યોગ્ય બનાવે છે અને આ નેચરલ ઈન્ઝીન્ડીયન્સથી કોઈ આડઅસર પણ થતી નથી.
આદુનું સેવન:
ભારતીય રસોડામાં ઉપલબ્ધ આ કોમન ફલેવરીંગ ઈન્ગ્રીન્ડીયન્સ છે. આદુની તીવ્ર સુગંધ અને ગરમાહટ પાચનતંત્રને અસર કરે છે. આ ઘરગથ્થુ સામગ્રી ગેસ્ટ્રીક એસિડથી ભરપૂર છે અને તે પાચનતંત્રને અસર કરે છે. અને યોગ્ય પાચન થાય છે. આ સાથે ગેસની સમસ્યામાં પણ આદુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
બ્લેક પેપર:
રસોડામાં ફલેવર એજન્ટની ભૂમિકા અદા કરતા ‘કાળામરી’ ડાયજેશન સિસ્ટમને કાર્યરત રાખવામાં મદદરૂપ થાય છે. કાળામરીમાં રહેલા બેલેએસીડ અનહેલ્ધી ફૂડને તોડી પાચન તંત્રને કાર્યરત કરે છે. આ ઉપરાંત ગેસની સમસ્યા પણ કાળા મરી દ્વારા દૂર થાય છે.
ત્રીફળા:
આ આયુર્વેદીક ઔષધી ત્રીફળાને અન્ય ત્રણ ઔષધીઓ સાથે નિયમિત સેવન કરવાથી પાચન તંત્ર કાર્યરત બને છે આમળી હરડે અને ત્રિફળાને સરખે ભાગે રોજ લેવાથી ઘણા બધા હેલ્થ બેનીફીટસ થાય છે. તેનાથી નબળી પડેલી પાચનશકિત કાર્યરત થાય છે. આ સાથે ગેસની સમસ્યા પણ દૂર થાય છે.
વરીયાળી:
સામાન્ય રીતે માઉથ ફ્રેશનર તરીકે વપરાતી વરીયાળીનો ઉપયોગ પાચનતંત્રમાં સારો ફાયદો કરાવે છે. ભોજન લીધા બાદ દરરોજ વરીયાળી ખાવાથી પાચનતંત્ર કાર્યરત બને છે.
શંખભસ્મ:
આયુર્વેદમાં ખૂબજ જાણીતું એવું શંખભસ્મનો ઉપયોગ કરવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે. અને પાચનતંત્રને લગતી સમસ્યાઓમાંથી પણ મૂકતી મળે છે.જેમાં ખાસ કરીને ગેસની સમસ્યા દૂર થાય છે. તો હવે આ તમામ સામગ્રીનો ઉપયોગ પોતાના સમસ્યા પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં નિયમિત કરવાથી ડાયઝેશન સાથે જોડાયેલી સમસ્યાઓમાં સુધારો થાય છે.