મુખ્ય પ્રવેશદ્વારના લોકાર્પણ બાદ સૌ પ્રથમ પ્રવેશ ગાય માતા સાથે વાછરડીનો કરાવવામાં આવ્યો
સ્વ.પ્રભાતભાઈ તેમજ સ્વ. અરજણભાઇના સ્મરણાર્થે ગેઇટનું લોકાર્પણ અને ગૌ શાળાના લાભાર્થે કાર્યક્રમ યોજાયા
અબતક, રાજકોટ: રૂડું અને રડીયામણું, હરિયાળું ગામ એટલે રાજકોટ પાસે આવેલ પરાપીપળીયા ગામ.1300 લોકોની વસ્તી ધરાવતા આ ગામની દરેક વાતમાં કાઈકને કાંઈ ખાસિયત રહેલી છે.ગામની દરેક વ્યક્તિ પ્રેમાળ અને દિલદાર છે.પરાપીપળીયા ગામને મળ્યો છે ગામની શાન સમો મુખ્ય પ્રવેશ દ્વાર જે સ્વ.પ્રભાતભાઈ મુળુભાઈ હુંબલ તેમજ સ્વ.અરજણભાઈ મુળુભાઈ હુંબલના નામથી લોકાર્પણ કરવામાં આવ્યો છે.સુરેશભાઈ હુંબલ અને રાજેશભાઇ હુંબલે પિતાનું સ્વપ્ન અને લાગણીઓને માન આપી આ ઉમદા કાર્ય કરેલ છે. પરા પીપળીયા ગામમાં આવેલ ગૌ શાળાના લાભાર્થે તેમજ ભવ્ય પ્રવેશ દ્વારના લોકાર્પણ પ્રસંગે લોકડાયરાનું આયોજન થયેલ જેમાં દાનવીરોએ પૈસાનો ધોધ વહાવ્યો હતો.પરાપીપળિયા ગામમા આઝાદી બાદ ચૂંટણી જ નથી થઈ .વર્ષોથી સમરસ ગામમા દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં 100% આરસીસી રોડ,સ્ટ્રીટ લાઈટની સુવિધા,દરેક ઘરે નર્મદા નીર,20 થી વધુ સીસીટીવી ,ગામમાં 100% વસુલાત છે.સર્વે ગ્રામજનોનો એક માત્ર સંદેશ છે કે એક બનીએ નેક બનીએ. દરેક ગામમાં ક્યારેય ચૂંટણી જ નો થવી જોઈએ તેવી એકતા હશે તો કોઈ આ એકતાને તોડી નહી શકે.
પરા પીપળીયાના ભવ્ય પ્રવેશ દ્વાર યુવા પેઢીને ધર્મ અને સેવાનો સંદેશો આપવા નિમિત બનશે
અબતક સાથેની વાતચીતમાં રાજેશભાઈએ જણાવ્યું હતું કે મારા પિતા પ્રભાતભાઈ અને કાકા અરજણભાઈ નું ધર્મમ્ય જીવન અમારા કાયમ પ્રેરણા બની રહેશે તે સતત દર બીજે મથુરા સહિતના તીર્થ સ્થળોએ દેવ દર્શને જતા અને ત્યાં પણ સેવા કાર્ય કરતા. પરાપીપળીયા ગામની ગૌશાળામાં કાંઈ ખૂટે જ નહીં કારણ કે ગામ યદુવંશીઓનું છે આહીર સમાજના સંસ્કારમાં જ ગૌ સેવા હોય. રાપીપળીયા ગામની ગૌશાળા અધ્યતન સુવિધાથી સજ્જ છે
200 ગાયો સાથેની 20 વર્ષ જૂની ગૌ શાળા નવા વાઘા ‘અંગીકાર’ કરશે
પરા પીપળીયા ગામમાં પ્રવેશતાની સાથેજ સૌ પ્રથમ ગૌ શાળામાં ગાય માતાના દર્શન થશે. ગામની ગૌ શાળા છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે.ગૌ શાળામાં કુલ 200 જેટલી ગાયો છે અને તેમની દરરોજ સારસંભાળ રાખવામાં આવે છે..ગ્રામજનોએ અત્યાર સુધી આ ગૌ-શાળામાં દાન આપી પોતાની યથાશક્તિ મુજબ બનતી તમામ મદદ પણ કરી છે.પરંતુ હજુ પણ ગૌ શાળાને વધુ વિકસાવી ગાયોને સહારો વધુ સહારો આપવા માટે ગૌ શાળામાં લાભાર્થે ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં દાતાઓ દ્વારા દાનનો ધોધ વહયો હતો.
ગામના વડીલો દરરોજ સાંજે ચોરે ભેગા થઈને વિચારોની ગોષ્ઠિ કરતા નજરે પડે છે.ગામડામાં તૈયાર થયેલ યુવાનને કોઠા સૂઝ કઈ શીખવા નથી જાવી પડતી. વડીલોએ આ તકે ખાસ વાતચીત કરી જણાવ્યું હતું કે ભવિષ્યમા આ જરીતે તેઓ રહે અને ક્યારેય ગામ માં ચૂંટણી ન યોજાય તે ખાસ તકેદારી રાખે… ધોરણ 1 થી 8 સુધી પર પીપળિયા ગામમાં પ્રાથમિક શાળા આવેલ છે..વડીલોએ કહ્યું ભણતર ખુબજ જરૂરી છે તે માટે શાળાના નિવૃત્ત શિક્ષકો પણ હજુ શાળામાં સેવા આપવા માટે આવે છે અને બાળકોને યોગ્ય માર્ગદર્શન આપે છે.
છેલ્લા 75 વર્ષથી એક પણ ગુન્હો નોંધાયા વગરનું આદર્શ ક્રાઇમ ફ્રી ગામ : વિક્રમ હુંબલ (સરપંચ)
પરા પીપળીયા ગામમાં આઝાદી બાદ એક પણ.ગુન્હો નોંધાયો નથી .સંપૂર્ણ ક્રાઇમ ફ્રી આદર્શ ગામ બન્યું છે. ગામના સરપંચ વિક્રમભાઈ હુંબલે અબતક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગામમાં 110 % આરસીસી રોડ, પાણીની પુરી વ્યવસ્થા ,ઘરે ઘરે નર્મદાના નીર, આદર્શ ગ્રામ પંચાયત, 100% વસુલાત,ક્રાઇમ ફ્રી ગામ પરા પીપળીયા બન્યું છે. સર્વાનુમતે જે વ્યક્તિ ની પસંદગી થાય તે જ ગામના સરપંચ તરીકે સેવા આપે છે.પરા પીપળીયા ગામ માં 20 થી વધુ ઇંઉ સિસિટીવી કેમેરા લગાવેલ છે.જેના દ્વારા ગ્રામ પંચાયતથી ગામના દરેક ખૂણે બાજ નજર રાખી શકાય છે.કોઈ પણ અનિચ્છનીય ઘટના બને ત્યારે આ સીસીટીવી આશીર્વાદ રૂપ સાબિત થાય છે.
8 વર્ષથી મુરલીધર ગ્રુપની અવિરત સેવાથી અનેક વિકાસકાર્યો
રાજેશભાઈ હુંબલે જણાવ્યું હતું કે પરા પીપળિયામાં કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોઈ યુવાનો પણ એક બીજાને મદદ માટે હંમેશા ખેડપગે રહે છે.યુવાનોએ એક ગ્રુપ બનાવ્યુ છે જેનું નામ આપ્યું છે મુરલીધર ગ્રુપ.ડિઝિટલ મીડિયાના આ યુગમાં વોટ્સએપ માં માત્ર એક મેસેજ મુકતાની સાથેજ મદદ માટે લાઇન લાગે તેવુ આ ગ્રુપ રાજ્યના સૌ યુનાનોને પણ પ્રેરણા આપી રહ્યું છે.મુરલીધર ગ્રુપ છેલ્લા 8 વર્ષથી કાર્યરત છે.
મુક્તિધામમાં બનશે પ્રાર્થના હોલ
ગામનું એવું જ રૂડું ધામ એટલે પરા પીપળીયા ગામનું મુક્તિધામ .તમામ સુવિધાઓથી સજજ આ મુક્તિધામમાં પ્રવેશતાની સાથે લીલાછમ વૃક્ષો નીચે બેસી ગ્રામજનો પરમ શાંતિની અનુભૂતિ કરે છે અને અહીં એક પોઝીટીવ ઊર્જા પણ મળે છે.હાલમાં 200 વ્યક્તિઓ બેસી શકાય તેવો શેડ પણ બનાવેલ છે સાથેજ લીલાછમ વૃક્ષો મનને શાંતિ આપે છે.
શહીદ સ્મારક બનાવી પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર કરાશે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નું સ્વપ્ન છે કે દરેક ગામમાં શહીદ સ્મારક બને.તેમના સ્વપ્ન ને સાકાર કરવા.આગામી 14 ઓગસ્ટના રોજ શહીદોની મૂર્તિનું અનાવરણ પણ રખવામા આવેલ છે.સમસ્ત સમાજનો એક માત્ર ઉદેશ્ય છે.એક બનીને રહીએ અને નેક બની ને રહીએ.