ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ છે ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ હોવાથી ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરવા અને લોકોને આકર્ષિત કરવા માટે પોતાના અલગ અંદાજ સાથે ફોર્મ ભરવા પાહોંચ્યા હતા. કોઈએ કાળા ચશ્મા પહેરીને, કોઈ ઘોડા પર આવીને, કોઈએ સ્કુટર પર આવીને તો કોઈએ ગરબાના તાલે ઘુમીને વાજતે-ગાજતે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. ચાલો જાણીએ આવા ઉમેદવારો વિશે:
સ્કૂટર ઉપર આવીને મનસુખ કાલરીયાએ પશ્ચિમ બેઠક માટે ભર્યું ઉમેદવારી ફોર્મ
કોંગ્રેસના પશ્ચિમ બેઠકના ઉમેદવાર મનસુખ કાલરીયાએ સ્કૂટર ઉપર આવીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેઓએ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આવીને ઉમેદવારી નોંધાવી વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજકોટ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરિયા આજે પોતાનું ફોર્મ ભરવા માટે સ્કૂટર પર ગયા હતા.
ગૃહ રાજ્યમંત્રી ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં પોતાના સમર્થકોને મળ્યાં હતાં.
ફોર્મ ભરતા પહેલાં તેમણે પોતાના ફેવરિટ વડાપાઉંની પણ મજા માણી હતી.
વડોદરામાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર પણ ઉમેદવારી નોંધાવતી વખતે કાળા ચશ્મા પહેરીને એકદમ ફિલ્મી અંદાજમાં જવા મળ્યાં હતાં.
સુરતમાં કુમાર કાનાણીનો અનોખો અંદાજ જોવા મળ્યો.
કુમાર કાનાણી ઘોડે ચઢીને ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યાં હતાં
ક્રિકેટ રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની રીવાબાના સમર્થનમાં આવ્યાં. રીવાબા જાડેજાએ જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી.