બાળકથી મોટેરાએ માણ્યો અનેરો આનંદ: બેસ્ટ ઇન શોમાં ડોબરમેન, બોકસર, જર્મન શેફર્ડ, ડેસ હાઉન્ડ અને ફોકસ ટેરીયર ટોપ, ફાઇવમાં વિજેતા: ઇન્ડિયન
બ્રિડ કારવાન હાઉડે જમાવ્યું આકર્ષણ: વાયર્ડ ફોકસ ટેરિયર પ્રજાતિનું ગુજરાતનું એક માત્ર ડોગ જે પેરીસથી આયાત કરાયું તે શો મુખ્ય આકર્ષણ બન્યું
શાસ્ત્રી મેદાનમાં રવિવારે શ્ર્વાનોને મેળો ભરાયો હતો. જેમાં ર0 થી વધુ પ્રજાતિના રપ0 ડોગનો અનોખો ડોગ-શો યોજાયો હતો. સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રિડર્સ એસોસિએશન દ્વારા યોજાયેલ આ શોમાં દશ હજારથી વધુ બાળથી મોટેરાએ લાભ લીધો હતો. શોમાં બેસ્ટ ઇન શોમાં પ્રથમ પાંચ વિજેતામાં ડોબરમેન, બોકસર, જર્મન શેફર્ડ, ડેસ હાઉન્ડ અને ફોકસ ટેરિયર પ્રજાતિ થઇ હતી.સમગ્ર શો આયોજનમાં પ્રમુખ ભુવનેશ પંડયા, અરૂણ દવે, રણજીત ડોડીયા, આશિષ ધામેચા સહીતની ટીમે સુંદર વ્યવસ્થા જાળવી હતી.
ડોગ લવરને દરેક બ્રિડની વિગતો સાથે તેની ખાસિયતો વિશે પણ શોમાં માહીતી અપાતા પરિવારજનો ખુશ થઇ ગયા હતા. શોના નિર્ણાયક તરીકે પૃથ્વી પાટીલ (બહોડા) અને યશ શ્રીવાસ્તવ (ભોપાલ) એ સેવા આપી હતી. આ શોમાં સમગ્ર ગુજરાત રાજયનાં વિવિધ શહેરોમાંથી રપ0 શ્ર્વાનોએ ભાગ લીધો હતો. વિવિધ પેટ શોપના સ્ટોલ કલર ફૂલ બર્ડ, ઇગ્વાના, મકાઉપોપટ, સેરા જેવી વિવિધ જીવ સૃષ્ટિ નિહાળવાની સૌને તક મળી હતી.આ શોમાં પ00 ગ્રામના નાના રમકડા જેવા ડોગની સાથે 100 કિલોના ઇગ્લીશ અને ફ્રેન્ચ મેસ્ટિક જેવા કદાવર ડોગ લોકોને જોવા મળ્યા હતા.
ઘણી ફિલ્મોમાં જોવા મળતા ગોલ્ડન રીટરીવર અને બ્લેક કલરના લે બ્રાડોરે પણ અનેરૂ આકર્ષણ જણાવ્યું હતું. સવારે 9 થી શરુ કરીને સાંજના પાંચ વાગ્યા સુધી ચાલેલા આ શોનું ઉદઘાટન કલેકટર અરૂણ મહેશ બાબુના વરદ હસ્તે કરાયું હતું. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ડોગ-શોની મુલાકાત લઇને વિવિધ માહીતી મેળવીને આયોજનની પ્રસંશા કરી હતી.
આવનાર સમયમાં હજુ વધુ સારૂ આયોજન થશે: કલેકટર અરૂણ મહેશ બાબુ
કલેકટર અરૂણ મહૈેશ બાબુએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુકે સૌષ્ટ્ર-કચ્છ પેટ ટ્રેડર્સ અને બ્રિડર્વા એશો. દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ઘણી અલગઅલગ પ્રજાતિના ડોગ જોવા મળ્યા છે.હજુ આવનાર સમયમાં પણ આથી સુંદર આયોજન કરવામાં આવશે.
ચાઉચાઉ પ્રજાતિના ડોગની કિંમત 1 લાખ સુધી: મેવિશ ડોગ માલિક
ડોગ શોમાં ચાઉચાઉ પ્રજાતિના ડોગએ ભાગ લીધો હતો તેના માલિકે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુકે આ ડોગની કિમંત 50,000થી 1,00,000 સુધીની હોય છે.આ ડોગની જીભ બ્લુ કલરની હોય છે. આ ડોગની સંભાળ વધુ રાખવી પડે છે.
રાજકોટમાં ખુબ સારૂ આયોજન થાય છે: યશ શ્રીવાસ્તવ (નિર્ણાયક)
ડોગ શોના નિર્ણાયક યશ શ્રીવાસ્તવએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુ કે હુંબીજીવાર અહી નિર્ણાયક તરીકે આવ્યો છું રાજકોટમાં ખુબ સુંદર આયોજન કરવામાં આવે છે. રાજકોટમાં એશો. બનાવી ખુબ સુંદર આયોજન કર્યું છે. અહ ઘણા બધા ડોગ છે. મનેઆનંદ થાય છે કેહું અહીં નિર્ણાયક તરીકે આવ્યો છું.
250થી 300 જેટલા ડોગએ ભાગ લીધો: આયોજક
ડોગ શોમાં 250 થી 300 જેટલા ડોગએ ભાગ લીધો છે. સવારથી લઈ 5 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું હતુ લોકો સવારથી એન્ટ્રી લઈ રહ્યા હતા અહી અલગઅલગ બ્રીડના ડોગ ભાગ લઈ રહ્યા છે નિર્ણાયક છે તેતેનું નિર્ણય કરશે.મોટી સંખ્યામાં લોકો પણ ડોગ શો જોવા માટે આવી રહ્યા છે.