વેસ્ટર્ન રેલવેની ગુજરાતમાં નવતર પહેલ
કોચ રેસ્ટોરેન્ટ માટે ન્યાસા એન્ટરપ્રાઇઝે રૂ. 67.06 લાખ ચુકવી રેલવે સાથે કર્યો પાંચ વર્ષનો કરાર
રંગીલા રાજકોટની ઓળખાણ ખાવા-પીવાના શોખીન તરીકે થાય છે. રાજકોટમાં દરેક પ્રકારનું ભોજન મળી જેમાં ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, થાઇ, કોન્ટીનેન્ટલ વગેરે પરંતુ રાજકોટમાં પ્રથમ વખત એવું બનશે કે રંગીલા રાજકોટીયન્સ ટ્રેનની સફર કરતાં હોય અને ટ્રેનમાં જ મન ભાવતું ભોજન આરોગતા હોય જી.. હા… આવો અનુભવ રાજકોટના લોકોને ટુંક સમયમાં જ થશે.
વેસ્ટન રેલવે દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ ડિવીઝનની પસંદગી થઇ છે. આ નવતર પ્રયોગ અંતર્ગત ગુજરાતમાં પહેલીવાર રાજકોટમાં ટ્રેનના કોચ (ડબ્બામાં) રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે. જેમાં રંગીલા રાજકોટીયન્સે તમામ પ્રકારના ફુડની મજા મળી શકશે. રાજકોટના અમીન માર્ગ રેલવે ફાટક પાસે રેલવેની જ જગ્યામાં એક કોચ (ડબ્બો) મૂકવામાં આવ્યો છે. જેમાં આગામી બે થી અઢી મહિનામાં અત્યાધુનિક ઇન્ફાસ્ટકચર વાળુ રેસ્ટોરન્ટ બનીને તૈયાર થઇ જશે. રેલવે એ અમિન માર્ગ પર પોતાના 1500 વારની જગ્યામાં રેલવે કોચમાં રેસ્ટોરન્ટ બનાવવા ઓકટોબર 2022 માં ટેન્ડર બહાર પાડયું હતું.
જેમાં ખાનગી કંપની ન્યાસા એન્ટરપ્રાઇઝને પ વર્ષ માટે કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. જેનું ભાડુ રૂ. 67.06 લાખ ટેન્ડરના આધારે નકકી કરાયું છે.હવે રેસ્ટોરન્ટ ઓન વ્હિલે કોન્સેપ્ટનો લાભ રાજકોટીયન્સને મળશે. રેલવે ડેવલોપ કરવા નકકી કર્યુ છે. વપરાઇ ગયેલા કોચને ટેન્ડરથી ભાડે આપી પાંચ વર્ષના કરાર આધારીત ન્યાસા એન્ટરપ્રાઇઝને સોંપવામાં આવેલ છે. જયાં રાજકોટના લોકો ટ્રેનના કોચની અંદર બેસીને ખાણી પીણીનો લાભ લઇ શકશે. રેલવે પોતાની જગ્યા તથા કોચ (ડબ્બો) ન્યાસા એન્ટરપ્રાઇઝને આપશે. બાકી તમામ ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રકચર માટેની સુવિધા ન્યાસા એન્ટરપ્રાઇઝએ કરવાની રહેશે.
ટે્રનમાં મુસાફરી કરતા ભોજનનો લ્હાવો લેતા હોય તેવો અહેસાસ થશે: ભરતભાઇ ડાભી
‘અબતક’ સાથેની ટેલીફોનીક વાતચીતમાં ન્યાસા એન્ટરપ્રાઇઝના માલીક ભરતભાઇ ડાભીએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન રેલવેનો આ પ્રથમ પ્રયોગ છે. જે ગુજરાતમાં સૌ પ્રથમ વખત રાજકોટમાં થવા જઇ રહ્યો છે. જેમાં અમીન માર્ગ પાસે રેલવેની જગ્યામાઁ રેલવે અમને 1500 વાર જગ્યા તથા રેલવેનો કોચ આપશે. બાકી તમામ ઇન્ફ્રાસ્ટકચર સહિતની સુવિધા અમે તૈયાર કરીશું. અંદાજીત બે થી અઢી મહિનામાં રેસ્ટોરન્ટ શરુ થઇ જશે. અમે રાજકોટીયન્સને કાઠીયાવાડી, પંજાબી, ચાઇનીઝ, વગેરે પિરસીસુ આ ક્ધસેપ્ટ ખુબ નવો છે. જેમાં લોકોને ટ્રેન ના કોચના મુસાફરી કરતા હોય ન ભોજન લેતા હોય તેવો અહેસાસ થશે. ટુ્રંક સમયમાઁ જ રાજકોટના લોકો માટે નવું નજરાણુ લઇ આવશું.