રાજકોટના રસિકલાલ માકડીયા ભગવાન રામના અનન્ય ભક્ત છે.1998માં તેમણે ભગવાન રામનું નામ લખવાનું શરૂ કર્યું હતું તથા અત્યાર સુધીમાં પાંચ કરોડથી પણ વધુ વખત તેઓ ભગવાન રામનું નામ લખી ચૂક્યા છે.તેમનું કહેવું છે કે મને રામ નામ લખવાનું વ્યસન થઈ ચૂક્યું છે.હવે તેઓ આ રામ નામ લખેલ ચોપડીઓને તેઓ રામ નામની બેંકમાં આપવાના છે તથા તેમણે આ ભક્તિથી ઘણા જીવનમાં બદલાવો પણ જોયેલા છે.
1998થી રસિકભાઈ લખે છે રામ નામ
આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ઘણા રામ ભક્તો પણ આ ઉત્સવમાં જોડાવાના છે તેની સાથો સાથ ઘણા રામ ભક્તોની ભક્તિના વિડીયો પણ સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ ત્યારે રાજકોટના રસિકલાલ માકડીયા પણ ભગવાન રામના અનન્ય ફક્ત છે 1998 માં જ્યારે તેમના માતાએ તેમને રામ નામ લખવા માટે પ્રેરિત કર્યા ત્યારથી તેઓ પોતે રામ નામ લખી રહ્યા છે તથા અત્યાર સુધીમાં તેઓ પાંચ કરોડથી પણ વધુ વખત રામ નામ લખી ચૂક્યા છે જે રામ નામ લખેલી ચોપડીઓ તેઓ લખતા તે પૂર્ણ થયે તેઓ પૂજામાં રાખવા અથવા તો ભૂમિ પૂજન સમયે આપી દેતા તથા હાલ તેમની પાસે પણ ઘણી ચોપડીઓ છે તેમનું કહેવું છે કે અયોધ્યામાં રામ નામની બેંકમાં તેઓ તે જમા કરાવવાના છે તેમનું કહેવું છે કે તેઓને રામ નામ લખવાનું જાણે વ્યસન થઈ ગયું છે.