આમ આદમી પાર્ટીના કાર્યકરોનું બેનરો સાથે પ્રદર્શન
ધારાસભ્યોના ખરીદ વેચાણના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કાર્યક્રમ યોજયો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જિલ્લા પંચાયત ચોકમાં શાસક તથા વિપક્ષની ઝાટકણી કાઢતા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
આમ આદમી પાર્ટીના આગેવાન રાજભાએ જણાવ્યું હતું કે, શાસક વિપક્ષ માલમાલ છે અને જનતા બેહાલ છે જયારે અજીત લોખીલે જણાવ્યું કે જનતા સમસ્યાથી ત્રસ્ત છે ત્યારે શાસક અને વિપક્ષ ખરીદ વેચાણમાં વ્યસ્ત છે. પ્રજાની કોઇને પડી નથી.
આમ આદમી પાર્ટી રાજકોટના પ્રભારી અજીત લોખીલના માર્ગદર્શન હેઠળ રાજભા ઝાલા અને શિવલાલ બારસિયાની આગેવાનીમાં રાજકોટ શહેર આમ આદમી પાર્ટીના નેજા હેઠળ વર્તમાન સમયમાં જનતાની ચિંતા કર્યા વગર તડજોડમાં વ્યસ્ત શાસક અને વિપક્ષની આકરી ઝાટકણી કાઢતા બેનરો પ્રદર્શિત કરીને જિલ્લા પંચાયત ચોકમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક અને ગ્લોઝ પહેરી શિસ્તબઘ્ધ રીતે વિરોધ કાર્યક્રમ યોજયો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા નૈમિષ પાટડીયા, અંકુર ગજજર, રાજેશ પાનસુરીયા, ભાવેશ પટેલ, પરેશ શિંગાળા, સુરેશભાઇ વગેરે આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના દેવાંગ ગજજર, જુલી લોઢીયા, જયરાજસિંહ જાડેજા, ઉત્તમભાઇ, હાર્દિક પંડયા વગેરે આમ આદમી પાર્ટીના કાર્ય કરતા ઉ૫સ્થિત રહ્યા હતા.