ટમેટાનો હાર પહેરી કોરી રોટલી ખાઈને વિરોધ દર્શાવ્યો
જામનગરમાં લીમડા લેન વિસ્તારમાં દુકાન ચલાવતા નિમેષ સીમરીયા નામના સામાજિક કાર્યકર અને વેપારીએ આજે પોતાની દુકાનના દ્વારે ટમેટા ના ભાવ વધારા ના મુદ્દે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.પોતે માથામાં અને ગળામાં ટમેટાનો હાર પહેર્યો હતો, અને જાહેરમાં ભોજન લીધું હતું. જેમાં થાળીમાં ખાલી કોરી રોટલી ખાધી હતી.અને શાક વગર ભોજન લેવા નો પ્રયત્ન કર્યો હતો.
સાથ સાથ પોતાના બાઈકને સફેદ કપડું પહેરાવી પેટ્રોલ પીવું કે ટામેટાનો જ્યુસ પીવો, તેવું પોસ્ટર લગાવ્યું હતું. જયારે મોદી મામા મારા શાક માંથી ટમેટો ગાયબ થઈ ગયા છે.હવે મને વિદાય આપો, ગરીબો ની થાળીમાં સાથ નહીં આપી શકું, લીખિતન ટમેટું, તેમજ પ્રજાના લાલ લાલ ગાલ કરતું ટમેટું વગેરે સુત્ર લખ્યા હતા, જેને લઈને લોકોમાં કુતુહલ પ્રસર્યું હતું.