લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન યોજાશે. મતદાનમાં પ્રત્યેક મતદાર ભાગ લે, મતદાન માટે જાગૃત થાય તે માટે જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે મતદાન જાગૃતિ અંગે વહીવટી તંત્ર,મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે વહેલી સવારે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુનાગઢ શહેર આસપાસના 50થી વધુ યુવાનો યુવતીઓ અને વૃદ્ધ લોકો પણ સાયકલ સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા.
અવસર લોકશાહીનો મારા ભારતનો અને મતદાન અવશ્ય કરીએના નારા સાથે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને નિર્ભય રીતે મતદાન કરીશું તેવી શપથ લેવડાવવામાં આવી હતી.
જેમાં જુનાગઢના પ્રાંત અધિકારી,મહાનગરપાલિકાના અધિકારીઓ પોલીસ વિભાગના અધિકારીઓ અને ઉપરકોટ કિલ્લોનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે તંત્ર અને સાયકલ વિરોધ દ્વારા દ્વારા આગામી 7 મેના રોજ તમામ લોકોએ મતદાન જરૂર કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો છે.
ચિરાગ રાજ્યગુરુ