- માટી બચાવો અભિયાનને લઈ યુવક સાયકલ યાત્રા પર નીકળ્યો
- ઉત્તરપ્રદેશનો યુવક 30 હજાર કિલોમીટરની સાયકલ યાત્રાએ
- લાખોટા તળાવ ખાતે યુવક મહાનુભાવો દ્વારા સ્વાગત કરાયું
- 23 વર્ષીય યુવક મોહિત નિરંજનનો અનોખો સંદેશ
- ઝાંસી પાસેના લલિતપુર ખાતેથી યુવકે માટી બચાવો અભિયાનની કરી શરૂઆત
માટી બચાવો અભિયાનને લઈ યુવક ઉત્તરપ્રદેશનો યુવક 30 હજાર કિલોમીટરની સાયકલ યાત્રાએ ભારત ભ્રમણ કરવા નીકળ્યો હતો. ત્યારે જામનગરના લાખોટા તળાવ ખાતે યુવક આવી પહોચતા મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના ઝાંસી પાસેના લલિતપુર ખાતેથી યુવકે માટી બચાવો અભિયાનની શરૂઆત કરી છે. મોહિત નિરંજન નામનો 23 વર્ષીય યુવક માટી બચાવો અભિયાનને લઈ 30 હજાર km ની સાયકલ યાત્રાએ નીકળ્યો છે. માટી બચાવોની અદભુત પહેલને ટેકો આપવા અને સભાગ્રહ માટે જાગૃતિ લાવવા લાખોટા તળાવ ખાતે ઇશા ફાઉન્ડેશનના સભ્ય જય શુક્લા સહિતના સભ્યોએ યુવકનું સ્વાગત કર્યું હતું.
માટી બચાવો અભિયાનને લઈ યુવક ઉત્તરપ્રદેશનો યુવક 30 હજાર કિલોમીટરની સાયકલ યાત્રાએ ભારત ભ્રમણ કરવા નીકળ્યો. જામનગરના લાખોટા તળાવ ખાતે યુવક આવી પહોચતા મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
ઉત્તર પ્રદેશના ઝાંસી પાસેના લલિતપુર ખાતેથી યુવકે માટી બચાવો અભિયાનની શરૂઆત કરી છે. મોહિત નિરંજન નામનો 23 વર્ષીય યુવક માટી બચાવો અભિયાનને લઈ 30 હજાર kmની સાયકલ યાત્રાએ નીકળ્યો છે. યુવક ભૂમિ સરક્ષણ વિશે જાગૃતિ લાવવા ભારતભરમાં સાયકલ યાત્રા કરી રહ્યો છે. માટી બચાવોની અદભુત પહેલને ટેકો આપવા અને સભાગ્રહ માટે જાગૃતિ લાવવા જામનગરના લાખોટા તળાવ ખાતે ઇશા ફાઉન્ડેશનના સભ્ય જય શુક્લા સહિતના સભ્યોએ યુવકનું સ્વાગત કર્યું હતું.
માટીના પોષક તત્વો ધીમે ધીમે નાશ થઈ રહ્યા છે જે અંગે ખેડૂતોમાં જાગૃતતા આવે તે માટે ઈશા ફાઉન્ડેશનના પ્રણેતા સદગુરૂજી દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. SAVE SOILના નામે માટી બચાવો અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે. UPના યુવકે આ અભીયાનને આગળ વધારતા દેશભરમા સાયકલ યાત્રા એ નિકળ્યો છે. આ ઉપરાંત લોકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં માટી બચાવ અભિયાન અંગે જાગૃતતા આવે તે માટે પ્રયાસ હાથ ધર્યો છે.
અહેવાલ : સાગર સંઘાણી