- કવિએ એક દુહામાં કહ્યું છે કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પઈડ ને ભગવાન,તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ ભુલાવુ શામળા…
ધ્રોલ : ફાગણ સુદ પૂનમ એટલે કે હોળી ઉતાસણીનો તહેવાર જયારે દૂર દૂરથી રાજાધિરાજ દ્વારકાધીશના દર્શન કરવા અને ફૂલડોલને માણવા લાખો પદ યાત્રીઓ જતા હોય છે. આ દરમિયાન જામનગર રાજકોટ હાઇવે પાસે આવેલા રામપરના પાટીયા પાસે દ્વારકાધીશના દર્શને જતા પગયાત્રીઓ માટે રાજકોટ મિત્ર મંડળના સહયોગથી ભરપુર સુવિધા દ્વારકાધીશ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ કેમ્પ છેલ્લા 9 વર્ષથી તમામ મિત્રોના સહકારથી ચલાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની ભૂમિકા સંતો, ભક્તો, દાતાઓ અને શૂરવીરો માટે ખૂબ જ જાણીતી છે અને તેમાં પણ રોટલો, ઓટલો અને આવકારોએ તો સૌરાષ્ટ્રની શાન છે. આ કેમ્પની મુલાકાતે અબતકના મેનેજીંગ ડિરેક્ટર સતિષકુમાર મહેતા સાથે મિત્રોએ મુલાકાત લીધી અને દ્વારકાધીશના કેમ્પના રસોડા સહિતની તમામ સુવિધાઓ જોઈને રાજીપો વ્યક્ત કર્યો.
રાજકોટ મિત્ર મંડળના સહયોગથી તેમજ આજુબાજુના ગામડાના સહયોગથી છેલ્લા 9 વર્ષથી દ્વારકા જતા પગયાત્રીઓને માટે દ્રારકાધીસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. દર વર્ષે પગયાત્રીઓ માટે 24 કલાક જમવાનું નાસ્તો તથા ચા પાણી આરોગ્ય માટે ડોક્ટરની ટીમો, મોબાઈલ બેટરી, ચાર્જિંગ કરવા માટે અલગ અલગ સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા છે. હાલ અત્યારના આધુનિક યુગ પ્રમાણે શરીરને મસાજ કરવા માટે મશીનો તથા આખા કેમ્પમાં cctv કેમેરા ગોઠવણી કરવામાં આવી છે. તેમજ પગયાત્રીકો માટે તમામ જાતની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.
રાજકોટ મિત્ર મંડળના સહયોગથી પગ યાત્રિકોને ભોજન કરી શકે તેવી દેશી ભાણાની સગવડો રાખવામાં આવી છે. દ્વારકાધીશ કેમ્પના સંચાલક રસિક ચભાડીયા, ગોપાલ સોજીત્રા, નીતિન વિરડીયા, રણજીત સાવલિયા, સહિત મિત્રોના સહયોગથી છેલ્લા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે દ્વારકાધીશના દર્શને હોળી ઉત્સવે દર્શનનો અનેરો મહિમા છે અને લાખો લોકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરે છે.
રાજકોટ મિત્ર મંડળના સહયોગથી તેમજ આજુબાજુના ગામડાના સહયોગથી છેલ્લા નવ વર્ષથી દ્વારકા જતા પગયાત્રીઓને માટે દ્રારકાધીસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે દર વર્ષે પગયાત્રીઓ માટે ૨૪ કલાક જમવાનું નાસ્તો તથા ચા પાણી આરોગ્ય માટે ડોક્ટરની ટીમો મોબાઈલ બેટરી ચાર્જિંગ કરવા માટે અલગ અલગ સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા છે હાલ અત્યારના આધુનિક યુગ પ્રમાણે શરીરને મસાજ કરવા માટે મશીનો તથા આખા કેમ્પમાં સીસીટીવી કેમેરા ગોઠવણી કરવામાં આવી છે તેમજ પગયાત્રીકો માટે નાહવા ધોવા તેમજ તમામ જાતની સુવિધાઓ પણ ઉભી કરી છે દ્વારકાધીશ કેમ્પ ની ટીમો દ્વારા 24 કલાક નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે આ કેમ્પમાં લગભગ શરૂઆતના દિવસોમાં 1500 થી 2000 માણસો પ્રસાદીનો લાભ લઈએ છે અને બે ત્રણ દિવસ પછી 2500 થી 3000 હજાર પગ યાત્રિકોઓ પ્રસાદીનો લાભ લેવામાં આવે છે રાજકોટ મિત્ર મંડળના સહયોગથી થી પગ યાત્રિકોને દેશી ચૂલામાં ધમધમતા રોટલા, રોટલી, સ્વીટ, દાળ, ભાત, દૂધ, દહીં, છાશ, દેશી ભોજન પેટ ભરીને ભોજન કરી શકે તેવી દેશી ભાણાની સગવડો રાખવામાં આવી છે દ્વારકાધીશ કેમ્પના સંચાલક રસિકભાઈ ચભાડીયા, ગોપાલભાઈ સોજીત્રા, નીતિનભાઈ વિરડીયા, રણજીતભાઈ સાવલિયા, સહિત મિત્રોના સહયોગથી છેલ્લા નવ વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
આ કેમ્પની અબતકના MD સતિષકુમાર મહેતા સાથે મિત્રોએ મુલાકાત લીધી અને દ્વારકાધીશના કેમ્પ ના રસોડા સહિતની તમામ સુવિધાઓ જોઈને રાજીપો વ્યક્ત કર્યો આજુબાજુના ગામના લોકોના સહયોગથી પદયાત્રી કો માટે આધુનિક ટેકનોલોજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ સાથેનો ભરપૂર વ્યવસ્થા વાળો કેમ્પની મુલાકાત લીધી હતી.
યાત્રાધામ દ્વારકામાં હોળી અને ફૂલડોલ ઉત્સવને થોડા દિવસો આડા છે. ત્યારે પદયાત્રિકોનો અવિરત પ્રવાહ દ્વારકામાં આવી રહ્યો છે.તેમજ રસ્તામાં લાંબી કતારોમાં પદયાત્રીઓના સંઘ દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે. રસ્તાઓ પર નાચતા જુમતા યાત્રિકો કાળિયા ઠાકોર સાથેની અતૂટ નાતાને જાળવી પગપાળા આવી રહ્યા છે. દર વર્ષે દ્વારકાધીશના દર્શને હોળી ઉત્સવે દર્શનનો અનેરો મહિમા છે લાખો લોકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરે છે.
અહેવાલ: સંજય ડાંગર