સામાન્ય રીતે દિલ્હીમાં એવું અનેકવાર બન્યુ છે. જ્યારે સ્પેશિયલ ડે પર મહિલાઓને ફ્રિમાં શરાબ અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં એક બાર દ્વારા મહિલાઓને પિરિયડ્સનાં દિવસો દરમિયાન આલ્કોહોલ ડ્રિક્સ ઉપર ૨૫% ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યુ છે. અત્યાર સુધી આપણે હેપ્પી અવરે વિશે જાણ્યું હતે પરંતુ હવે બ્લડી અવર જે દરમિયાન સસ્તો શરાબ મળશે.
જેને પ્રોત્સાહન આપવા બાર દ્વારા એક પોસ્ટર ફેસબુક ઉપર પણ મુકવામાં આવ્યું છે. આ અનોખા વિચાર પાછળ બે સ્ત્રીઓ જવાબદાર છે. તો અવીવના ઝાફાની આ સ્ત્રીઓનું કહેવું છે કે બ્લડી અવર દર્શાવે છે કે પિરિયડ્સ દરમિયાન સ્ત્રીઓને ખાસ ટ્રીટમેન્ટ આપવી જોઇએ જેને આશા છે કે આનાથી મહિલાઓ માસિક ધર્મના વિષય ઉપર ખુલીને વાત કરી શકે તેમજ આ પ્રકારની ચર્ચા દરમિયાન પુરુષો પણ આગળ આવી વાત કરી શકે મહિલાઓને આ ડિસ્કાઉન્ટ વિશ્ર્વાસના આધારે આપવામાં આવશે. એના લોઉલોઉ નામના બારને ચલાવવા વાળી મહિલાનું કહેવું છે, જો કે મહિલાઓ જીવનનાં ૨૫% સમય માસિક ધર્મમાં વિતાવે છે એટલે તેને ઓછામાં ઓછી એક રાત તો ડિસ્કાઉન્ટ મળવું જોઇએ. આમ જે વાત કરવામાં સમાજ અને મહિલાઓ પણ શરમ અનુભવતી હોય છે તે બાબત ખૂબ મહત્વ છે તે દરેકે સમજવું જરુરી છે.