- આર.આર.આર સેન્ટર ઊભું કરી મનપાની અનોખી પહેલ
- જરૂરિયાતમંદ લોકો પોતાને લગતા વસ્ત્રો સહિતની વસ્તુઓ અહીથી મેળવે છે
Jamnagar News : જામનગરમા પેલેસ રોડ ઉપર જોગર્સ પાર્કથી કલેકટર કચેરી રોડ ઉપર પોશ એરીયામા એક કન્ટેનર કેબીન ઈમાનદારીની દુકાન તરીકે ઉભી કરવામાં આવી છે. જેમાં લોકો પોતાના માટે બીન જરૂરી પણ અન્યને કામ આવે તેવી વસ્તુઓ મુકવા લાગ્યા છે અને જરીયાતમંદ લોકો પોતાને લગતા વસ્ત્રો સહિતની વસ્તુઓ અહીથી મેળવવા લાગ્યા છે. આગામી દિવસોમાં આ પધ્ધત્તિને ઈમાનદારી પુર્વક અનુસરવામાં આવશે તો સંખ્યાબંધ જસ્ટ્રીયાતમંદ લોકોને લાભ થશે.
રીડયુસ, રી-યુઝ અને રીસાયકલના સુત્ર સાથે ઈમાનદારીની દુકાન શરુ કરી છે. આ દુકાન સવારે 7 થી 11 અને બપોરે 3 થી સાંજે 6 સુધી ખુલ્લી રહે છે. આ સમય દરમિયાન લોકો જુની વણજોઈતી પરંતુ બીજાને કામ આવે તેવા વસ્ત્રો સહિતની તમામ વસ્તુઓ મુકી જઈ શકે છે અને જસ્ટ્રીયાતમંદ લોકો પોતાને જોઈતી તમામ વસ્તુ વિના મુલ્યે કોઈને પણ પુછ્યા વગર લઈ શકે છે. એવી મુક્ત વ્યવસ્થા તંત્રએ રાખી છે.
આ વ્યવસ્થા ગોઠવાયા બાદ તંત્રના થોડા દિવસના પ્રયોગોમાં સારા પરિણામ સામે આવ્યા છે. આ સ્થળે સંખ્યાબંધ સેવાભાવીઓએ નવા જેવા કપડા, લેડિઝ પર્સ પાકીટ જેવી વસ્તુઓ અજનબીઓ માટે અર્પણ કરી છે. જે સામે જરૂરિયાતમંદ લોકોએ પોતાને જોઈતી હોય તેવી વસ્તુઓ મેળવી છે. ઉલ્લેખનિય છે કે, શહેરમાં અગાઉ સંસ્થાગત રીતે રણમલ તળાવ પરિસરમાં એક સંસ્થા દ્વારા આવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
અહેવાલ : સાગર સંઘાણી