રાજકોટના એક બિઝનેસમેને અનોખી પહેલ કરી છે. કોઈ ભાઈનું કાંડુ તેમની બહેનની રાખડીથી ખાલી ન રહે તે માટે બિઝનેસમેન “શ્રી પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ” ઓનર પાવન પરસાણાએ રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ સુધી પોતાના ખર્ચે ફ્રીમાં રાખડી પહોંચાડવાનું અનોખું કાર્ય શરૂ કર્યું છે.

રક્ષાબંધનના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકોટના એક બિઝનેસમેને અનોખી પહેલ કરી છે. કોઈ ભાઈનું કાંડુ તેમની બહેનની રાખડીથી ખાલી ન રહે તે માટે બિઝનેસમેન પાવન પરસાણાએ રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ સુધી પોતાના ખર્ચે ફ્રીમાં રાખડી પહોંચાડવાનું અનોખું કાર્ય શરૂ કર્યું છે. આ માટે પાવને રાખડી પહોંચાડવા માટે પોતાના ખર્ચે 3 થી 4 કાર સ્પેશિયલ મૂકી છે.

29 ઓગસ્ટ 2023 સુધી રાખડી સેવા અભિયાન ચાલશે. જેમાં તેમણે અમદાવાદ અને રાજકોટ માટે રાખડી પહોંચાડવા બન્ને શહેરોમાં અલગ-અલગ વિસ્તારોમાં કલેક્શન સેન્ટર રાખ્યા છે. ત્યાં કંપનીની ઓફિસે આ રાખડી બહેનોએ પહોંચાડવાની રહેશે. ત્યાંથી તેમની કંપનીની કારમાં વિનામૂલ્યે અમદાવાદ અને રાજકોટ પહોંચાડવામાં આવશે. આ વિશે પાવન પરસાણાએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના પવિત્ર તહેવારનું ભાઈ-બહેન બન્ને માટે વિશેષ રહેલું છે. દૂર રહેતી બહેનો દર વર્ષે તહેવારમાં આવી શકતી નથી, મારી પોતાની બહેન સુરત રહેતી હોવાથી રક્ષાબંધન પર મને રાખડી મોકલતી હોય છે.

પાવને રાખડી આપવા માટે નંબર પણ જાહેર કર્યા આ ઉપરાંત રાખડી મોકલવાની સાથોસાથ જે બહેનો અહીં રાખડી ન આપવા આવી શકે તેઓ ફોન કરશે તો પણ પાવન રાખડી ખરીદીને તેમના ભાઈ સુધી પહોંચાડી શકશે. આ વ્યવસ્થાનો લાભ લેવા માટે પાવન પરસાણાએ+917405150002 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના સમયે પણ આ કંપની દ્વારા તેમની કાર ફ્રીમાં એમ્બ્યુલન્સ સર્વિસમાં મુકવામાં આવી હતી. જેમાં હજારો દર્દીઓને સમયસર સારવાર મળતા તેમની જિંદગી બચી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.