ભારતીય મુળની ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટે હરિયાણા સરકાર મહત્વપુર્ કાર્યક્રમ આયોજીત કરી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત ભારતની પરંપરાગત દેશી નસ્લની ગાયને પ્રોત્સાહન આપવા હરિયાણાના રોહતકમાં દેશી ગૌવંશ સૌદર્ય પ્રતિયોગિતા શરૂ થવા જઇ રહી છે. બે દિવસ ચાલનારી પ્રતિયોગિતામાં બીજા દિવસે એટલે કે શનિવારે સાત મેના ફૈશન શોની જેમ દેશી ગાય રૈપ પર ઉતરશે.
હરિયાણાના કૃષિ,પશુપાલન અને ડેરી મંત્રી ઓમપ્રકાશ ધનખડની પરિકલ્પના પર શરુ આ પ્રતિયોગિતામાં હરિયાણાના વિભિન્ન હિસ્સામાં 600 ગૌવંશ કાર્યક્રમ સ્થળ પર પહોચી ચુક્યા છે. આ બે દિવસના સમારોહમાં 18થી વધુ રમતોનું આયોજન થશે. ગૌવંશ સંરક્ષણ અને સંવર્ધનમાં સમર્પિત પ્રતિયોગિતામાં હરિયાણા,સાહીવાલ,રાઠી,ગિર,થારપારકર અને બિલાહી નસ્લની ગાયો સામેલ છે.