પાટણ શહેરના ઐતિહાસિક અને પ્રાચીન શ્રી પદમનાભ ભગવાનના કારતક સુદ ચૌદસના પવિત્ર દિવસ થી પરંપરાગત યોજાતાં અને રેવડીયા મેળા તરીકે ઓળખાતા સપ્તરાત્રિ મેળોનો ભક્તિ સભર માહોલમાં રાજકીય સામાજિક આગેવાનો દ્વારા રિબીન કાપી મહા આરતી સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રેવડીયા મેળાની વિશેષતા

Screenshot 10 3

સપ્ત રાત્રી મેળાનાં પ્રથમ દિવસે ભગવાનની જ્યોત સ્વરૂપે નિકળતી રવાડી શુભ મુહૂર્ત માં પ્રગટાવવામાં આવ્યા પછી મેળાની શરૂઆત થઈ હતી.જેની મુખ્ય વિશેષતા મુજબ નવ વિવાહિત દંપત્તિઓ દ્વારા તેમના ઘરેથી દીવા પ્રગટાવતા ભગવાનની મંદિર સુધી ફેરા ફરવાના શરૂ કર્યા હતા. મોટાભાગના દંપત્તિઓના છ ફેરા વહેલી સવાર સુધીમાં પૂરા થાય છે અને છેલ્લો ફેરો મેળાના બીજા દિવસે કરવામાં આવે છે.

શ્રી પદમનાથ ભગવાનના મેળામાં અમેરિકાથી આવ્યા ફેરા ફરવા

Screenshot 13 2

શ્રી પદમનાથ ભગવાનના મેળા માટે અમેરિકા ખાતે રહેતા વિનોદભાઈ પ્રજાપતિના પુત્ર ભૌમિક અને તેમના પત્ની રીંકલબેન લગ્ન પછીના પ્રથમ મેળામાં ફેરા ફરવા માટે અમેરિકાથી આવેલા છે.સુરતમાં રહેતા સ્મિત શૈલેષભાઈ સ્વામી અને તેના પત્ની સપનાબેને ફેરા ફરતા પદમનાથ ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

નવા કપડામાં સજ્જ થઈને ભગવાનના મંદિરે જઈ દર્શન કર્યા અને શ્રી પદમનાથ વાડીમાં આવેલ 33 કોટી દેવતાઓની 250 ઉપરાંત કયારીઓ ઉપર જઈને માથું નમાવી દીપ જ્યોત પ્રગટાવી ફુલ અર્પણ કરીને બીજા ફેરાની શરૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. ચાલતા જવાનું ચાલતા આવવાનું, ઘરે જઈને પહેરેલા વસ્ત્રો ઉતારીને નવા વસ્ત્રો પહેરવાના મીઠાઈ ખાવાની પછી ફરીથી ચાલતા દાદાના મંદિરે જવાનું. દર વખતે નવા વસ્ત્રો પહેરવાના અને અલગ મીઠાઈ આરોગવાની હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Screenshot 11 4

પાટણમાં શ્રી પદ્મનાભ ભગવાન નાં સપ્ત રાત્રી રેવડીયા મેળાના પ્રારંભ પ્રસંગે પ્રજાપતિ સમાજના આગેવાનો ભરતભાઈ પ્રજાપતિ સારથી હોન્ડા શો રૂમ, નવનીતભાઈ કોન્ટ્રાક્ટર વૃંદાવન ડેવલોપસૅ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ સહિત પદ્મનાભ મંદિર ટ્રસ્ટ નાં ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપક કમિટીના સભ્યો, પ્રજાપતિ સમાજના નગર સેવકો ની ઉપસ્થિતિમાં રિબીન કાપી ભગવાન ની મહા આરતી સાથે સપ્ત રાત્રી રેવડીયા મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્ત રાત્રી રેવડીયા મેળા નાં પ્રથમ દિવસથી જ માનવ મહેરામણ ઉમટી પડતાં મંદિર પરિસર નાં માગૅ પર ટ્રાફિક જામ નાં દ્રશ્યો સર્જાયા હતા જોકે વ્યવસ્થાપક કમિટીના સભ્યો, સ્થાનિક સિક્યુરિટી અને પોલીસ ની મદદથી ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો.ત્યારે સપ્ત રાત્રી મેળા દરમિયાન ફરીથી આવી ટ્રાફિક ની સમસ્યા ન સજૉય તે માટે પોલીસ તંત્ર દ્વારા પદમનાભ ચાર રસ્તા થી ફોર વ્હીકલ વાહનો પર પ્રતિબંધ લાદી મંદિર તરફના માગૅ પર બેરીકેટ ઉભા કરવામાં આવે તેવી માંગ દર્શનાર્થીઓમાં ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.