• જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિને લઈને અનેક પ્રયાસો
  • લોકશાહીના તમામ મુદ્દાઓ આ રંગોળીમાં આવરી લેવાયા 

સુરત ન્યૂઝ : જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિને લઈને અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત કલેકટર કચેરીના એ અને બી બિલ્ડિંગમાં મતદાન જાગૃતિને લઈને રંગોળીઓ તૈયાર કરવામાં આવી છે. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા લોકો મતદાન પ્રત્યે જાગૃત થાય તે માટે વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે. જેમાં લોકશાહીના તમામ મુદ્દાઓ આ રંગોળીમાં આવરી લેવામાં આવ્યા છે.099c4441068b7f4609da54ada787bf44640dc568

મતદાન જાગૃતિને લઈને સતત ચૂંટણીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને લોકો વધુમાં વધુ મત આપે તે માટે અલગ અલગ કાર્યક્રમોના આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત કલેકટર કચેરી ખાતે બંને બિલ્ડીંગમાં વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે. જે લોકોને મતદાન કરવા માટેનો સંદેશો આપે છે.099c4441068b7f4609da54ada787bf44640dc568 1

કલેકટર કચેરીના એ બ્લોકમાં સવારે 8વાગ્યાથી સંસ્કાર ભારતી વિદ્યાલયના ધોરણ નવની આઠ વિદ્યાર્થીનીઓ દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા જે રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે તેમાં લોકશાહીને સ્પર્શતા તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. મહત્વની વાત કહી શકાય કે આ રંગોળીમાં નવું સંસદ ભવનની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.486ff1ef68246ee0de773ba1dfc92828118d8645

આ ઉપરાંત વોટ આપવાનો સિમ્બોલ રંગોળીની મધ્યમાં દર્શાવવામાં આવ્યો છે. ઉપરાંત બેલેટ પેપર અને ઇવીએમ મશીનની પ્રતિકૃતિ પણ અહીં તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત મતદાન જાગૃતિ માટે શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર પોસ્ટરો લગાવવામાં આવતા હોય છે તેની પણ એક પ્રતિકૃતિ આ રંગોળીમાં તૈયાર કરાય છે. તો કેટલાક નેતાઓ લોકોને મતના બદલામાં પૈસાઓ આપતા હોય છે અને લોકોનો મત ખરીદવાના પ્રયાસો કરતા હોય છે ત્યારે આ પ્રતિકૃતિ પણ આ રંગોળીમાં દર્શાવવામાં આવી છે. એટલે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા એક અનોખો સંદેશ આપવામાં આવ્યો છે કે જો સારા નેતાને પસંદ કરવામાં આવશે તો દેશનો વિકાસ વગર ભ્રષ્ટાચાર્ય થશે અને લોકોનું ભવિષ્ય ઉજવળ રહેશે. આ ઉપરાંત લોકોનો એક મત કેટલો કીમતી છે તે પણ આ રંગોળીમાં દર્શાવવામાં આવ્યું છે.

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.