સુરત ન્યુઝ : સિંગણપોર પોલીસનો એક અનોખો પ્રયાસ સામે આવ્યો છે.રાત્રીના સમયે રોડ પર અકસ્માતો બનતા રોકવા માટે પોલીસે પ્રયાસ કર્યા છે.રાત્રીના સમયે રોડ પર સુતા લોકોને ચેતવણી આપી હતી.તેમજ પોલીસના PIએ લોકોને સેલ્ટર હોમ્સ અથવા ક્યાંક સલામત જગ્યા પર સુઈ રહેવાનું જણાવ્યું હતું.તેમજ કન્ટ્રક્સન સાઈડ પર કામદારોને સુવાની સગવડ કરવાની હાકલ કરી હતી. કોઈ વ્યક્તિ કે કોન્ટ્રાકટર સુવા દેવા માટે મનાઈ કરે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.તેમજ લોકોના રહેઠાણના પર્શ્નોનો ઉતર આપતા જણાવ્યું હતું કે,તે આ અંગે તેઓ નગરપાલિકામાં રજૂઆત કરશે.પાલિકાના વહીવટી તંત્ર સાથે સંકલન કરી કતારગામ તાપી નદીના કિનારા પાસે આવેલ સેલ્ટર હોમ્સ ખાતે રહેવાની સગવડ કરી આપવામાં આવશે.
ભાવેશ ઉપાધ્યાય