6 મહિનાની મહેનત બાદ 30 હજારમાં દોઢ કિલોના ડ્રોનનું નિર્માણ
અબતક-જામનગર
જામનગરની સરકારી પોલીટેકનીક કોલેજના છાત્રએ મલ્ટીપરપઝ ડ્રોન બનાવ્યું છે. દોઢ કીલો વજનની સાથે ફોટોગ્રાફીની સુવિધા ધરાવતા ડ્રોનમાં 30 હજારનો ખર્ચ થયો છે. છાત્રને હીન્દી ફિલ્મમાંથી ડ્રોન બનાવવાની પ્રેરણા મળી હતી. ડ્રોનની ક્ષમતા દોઢ કીલોમીટરની હોવાનું છાત્રએ જણાવ્યું છે.
જામનગરની પોલીટેકનીક કોલેજમાં ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા યશ ડોડીયાએ મલ્ટીપરપઝ ડ્રોન બનાવ્યું છે. તેણે આ અંગે જણાવ્યું હતું કે, ડ્રોન બનાવવાની પ્રેરણા તેને હીન્દી ફિલ્મ થ્રી ઇડીયટસમાંથી મળી હતી.
ડ્રોનની વિશેષતા એ છે કે તેમાં ફોટોગ્રાફીની સાથે દોઢ કીલો વજન ઉચકવાની પણ ક્ષમતા છે. 4 પ્રકારના સેન્સર, ક્ધટ્રોલ બોર્ડ સહિતના ડ્રોન બનાવવામાં તેને 6 મહિનાનો સમય લાગ્યો હતો અને રૂ.30000 નો ખર્ચ થયો હતો. ડ્રોન દોઢ કીમીની ઉંચાઇની ક્ષમતા ધરાવે છે. ડ્રોન બનાવ વામાં તેને કોલેજના એચઓડીએ માર્ગદર્શન આપ્યું હતું.