- 1 કીલોના કદાવર શ્ર્વાન સાથે રમકડા જેવા ડોગ નિહાળીને બાળથી મોટેરાએ માણ્યો અનેરો આનંદ
- શ્ર્વાન માલીકોને સાર-સંભાળ અને ટ્રીટમેન્ટ સંદર્ભે અપાયું માર્ગદર્શન
સૌરાષ્ટ્ર કચ્છ પેટ શોપ એસો. દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે સતત છ કલાક લાંબો ચાલેલા ડોગ-શોમાં રંગીલા રાજકોટની શ્ર્વાન પ્રેમી જનતાએ પરિવાર સાથે અનોખો ડોગ-શો આનંદસભર વાતાવરણમાં માણ્યો હતો.
ડોગ-શો માં 33 થી વધુ પ્રજાતિના 400 થી વધુ શ્ર્વાનોએ ભાગ લીધો હતો. શો માં બરોડા, અમદાવાદ સાથે સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી શ્ર્વાનોએ ભાગ લીધો હતો. બધી બ્રિડમાં વિજેતા ઠોપ થ્રીને શિલ્ડ અપાયા હતા. બધી પ્રજાતિના પ્રથમ નંબરને એક સાથે રીંગમાં ભેગા કરીને તે પૈકી રાજકોટના કદાવર ડોગ ગ્રેટ ડેન ને બેસ્ટ ઇન શો સાથે ડોગ-શોના શ્રેષ્ઠ ડોગ તરીકે વિજેતા જાહેર કર્યો હતો. નિર્ણાયક તરીકે બરોડાના હરિશભાઇએ સેવા આપી હતી.
શો માં જર્મન રેફર્ડ, લેબ્રાડોરની સૌથી વધુ એન્ટ્રી જોવા મળી હતી ડોગ પ્રેમી પરિવાર સાથે ડોગ સાથે સેલ્ફી લઇને ઉત્સાહ ભેર જોડાયા હતા.
દરેક શ્ર્વાન માલિકોને ડોગની સાર-સંભાળ અને ટ્રીટમેન્ટ બાબતે માર્ગદર્શન અપાયેલું હતું. ડોગ શોની સુંદર વ્યવસ્થા નિહાળીને ડોગ લવર સાથે શ્ર્વાન માલિકોએ આયોજક સંસ્થાની સહારના કરી હતી.
શોમાં બેસ્ટ હેન્ડલર તરીકે પણ સન્માન કરાયું હતું. મેડીકલ ડોકટરોની ટીમ સતત ખડેપગે રહીને શોની વ્યવસ્થા સંભાળી હતી.
સમગ્ર આયોજનમાં પ્રમુખ ભુવનેશ પંડયા, ઉપપ્રમુખ રણજીત ડોડીયાના માર્ગદર્શન તમે જ વકીંગ કમીટીએ સુંદર આયોજન સંભાળેલ હતું. શો ની રીંગની સંચાલન જવાબદારી આશિષભાઇ, અરૂણભાઇ દવે, નાસિક સૈયદ કમલેશ ડોડીયાએ સંભાળી હતી.