એક જ સ્થાને 51 શકિતપીઠના દર્શન થઈ શકે તે માટે પરિક્રમા પથનું નિર્માણ
અબતક,રાજકોટ
બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી યાત્રાધામના ગબ્બર ખાતે તમામ શક્તિપીઠોના એક જ સ્થાને દર્શન થઇ શકે તે હેતુથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા પથનું નિર્માણ કરવામાં આવેલ. આ કામ સને 2008માં શરૂ કરેલ અને સને 2014માં રૂ.61.57 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ.
શ્રી 51 શક્તિપીઠ વિશે સરળ અને સહજ રીતે ઐતિહાસિક માહિતી મનોરંજનના માધ્યમ દ્વારા ઉપલબ્ધ થઇ શકે તથા આ પરિક્રમા પથનો વધુમાં વધુ શ્રધ્ધાળુઓ લાભ લે તે હેતુથી માર્ચ, 2022માં ગબ્બર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોની કામગીરી રૂ.13.35 કરોડના ખર્ચે પૂર્ણ કરી એપ્રિલ, 2022માં તેનું લોકાર્પણ કરવામાં આવેલ. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2022 બાદ પરિક્રમા પથ પર યાત્રાળુઓની સંખ્યામાં 11 ગણો વધારો નોંધાયેલ છે જેનું મોનીટરીંગ ડીએફએમડી સેન્સર મશીન દ્વારા દૈનિક કરવામાં આવે છે.
અંબાજી યાત્રાધામ ખાતે આવેલ શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર, મુ.કોટેશ્વર, તા.દાંતાના રૂ.3.00 કરોડની અંદાજિત રકમના વિકાસ કામો હાથ ધરવામાં આવેલ છે. શ્રી માનસરોવર કુંડ, મુ.અંબાજી, તા.દાંતાના રૂ.1.85 કરોડની અંદાજિત રકમના વિકાસ કામો હાથ ધરવામાં આવેલ છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હાલના પ્રસાદ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી સોમનાથ યાત્રાધામની જેમ ચીકી પ્રસાદનું વિતરણ શરુ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
અંબાજી મંદિર ખાતે ભારત સરકારની પ્રસાદ યોજના અંતર્ગત ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટર રૂ.26.20 કરોડના ખર્ચે, ગબ્બર ખાતે પગથિયાનું રીનોવેશન રૂ.14.15 કરોડના ખર્ચે તેમજ સી.સી.ટી.વી.ની સુવિધા રૂ.1.5 કરોડના ખર્ચે આયોજન હેઠળ છે જે અંગે ભારત સરકારના પ્રવાસન મંત્રાલયની ટીમ દ્વારા તા.28/06/2022 ના રોજ સ્થળ મુલાકાત કરેલ છે.
અંબાજી ખાતે નવીન સંસ્કૃત પાઠશાળા રૂ.12 કરોડના ખર્ચ બનાવવા આયોજન કરવામાં આવેલ છે જેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત શ્રી દિવાળીબા ગુરુભવન ખાતે પી.પી.પી.મોડલ આધારિત યાત્રીનીવાસ રૂ.25.76 કરોડના ખર્ચે હાથ ધરવાની કામગીરી ટેન્ડર પ્રક્રિયા હેઠળ પ્રગતિમાં છે.અંબાજી મંદિર ખાતે પંચાયત હસ્તક વિવિધ 14 રસ્તાઓની કામગીરી રૂ.72.23 કરોડના ખર્ચે હાથ ધરાયેલ છે.અંબાજી મંદિર ખાતે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તક હિંમતનગર આબુ બાયપાસ રોડની કામગીરી રૂ.124 કરોડના ખર્ચે ટેન્ડર તબક્કે પ્રગતિમાં છે.અંબાજી આસપાસના જળાશયોનો વિકાસ ઇકો ટુરીઝમ પ્રોજેક્ટ અંતર્ગત નવા મોટા-નાના ચેકડેમો તથા જુના ચેકડેમોનું રીપેરીંગની કામગીરી પ્રગતિ હેઠળ છે.
વનવિભાગ દ્વારા અંબાજી ખાતે માંગલ્યવનનો પુન:વિકાસની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રકૃતિ શિક્ષણ શિબિર સ્થળનો વિકાસ રૂ.1.25 કરોડના ખર્ચે, નેચરલ ટ્રેઈલનો વિકાસ રૂ.45 લાખના ખર્ચે તથા ઇન્ટરપ્રિટેશન સેન્ટરનો વિકાસ રૂ.3 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનાર છે.ખાણકામ અને ભૂસ્તર શાસ્ત્રીની કચેરી દ્વારા ઈમર્જીગ સ્ટોન અને સ્કલ્પચર મ્યુઝીયમ બનાવવાની કામગીરી આયોજન હેઠળ છે.
વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવનાર સુવિધાઓની વિગતો
- જીએસઆરટીસી ધ્વારા અંબાજીની આશરે 20,000 થી વધુ બસ ટ્રીપનું આયોજન કરવામાં આવેલ છે જે ગતવર્ષની સરખામણી કરતા લગભગ 20% થી વધુ છે. ઉપરાંત, અંબાજી માટે ઈ-બસ ચલાવવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
- જીએસઆરટીસી ધ્વારા અંબાજી ખાતેના તમામ બસસ્ટેશન ઉપર એનાઉન્સમેન્ટ, પાણીની, શૌચાલયની તેમજ સફાઇની સુવિધાનું પણ આયોજન કરવામાં આવેલ છે.
- ખાનગી વાહનો માટે આશરે 21 પાર્કિંગ સ્થળો અને જીએસઆરટીસી બસો માટે 5 પાર્કિંગ સ્થળોનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, જે અગાઉના ભાદરવી પૂનમના મેળા કરતાં લગભગ બમણુ ંછે.
- ગયા વખતની સરખામણીએ આ વર્ષે અંબાજી અને તેની આસપાસના વિસ્તારમાં યાત્રિકા ેમાટે લગભગ બમણી સંખ્યામા શૌચાલયો મૂકવામાં આવ્યા છે.
- ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી અને તેની આસપાસની ઉચ્ચતમ સ્વચ્છતા તથા તેનું મોનીટરીંગ કરવાનું કાર્ય કરવામાં આવી રહયું છે.
- અંબાજીને 7 ઝોનમા ંવહેંચવામાં આવ્યું છે અને દરેક ઝોન માટે અલગ સફાઈ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, 24 પાર્કિંગ સ્થળો અલગ ટીમોનું આયોજન કરવામાં આવેલ છે.
- જરૂરી સાધનો સાથે 100 લોકોની એએમસી ટીમ 2જીસપ્ટેમ્બરથી 12મીસપ્ટેમ્બર સુધી તૈનાત કરવામાં આવી છે. આ ટીમ મેળા પહેલા, મેળા દરમ્યાન અને મેળાની સમાપ્તિ બાદ પણ સફાઇ સાથે સતત સંકળાયેલી રહેશે.
- જરૂરી સ્થળોએ આશરે 250 જેટલી કચરાપેટી મુકવામાં આવેલ છે.
- આરોગ્ય વિભાગે 38 મેડિકલ કેમ્પ/દવાખાનાઓનું આયોજન કર્યું છે જ ેગત વખતની સરખામણીમાં લગભગ બમણુંછે.
- અંબાજી તરફ આવતા માર્ગો પર લગભગ 15 નંબરની 108 એમ્બ્યુલન્સઅને 6 નંબરની સરકારી એમ્બ્યુલન્સ ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
- પૂરતી સંખ્યામા ંડોકટર અને નર્સિંગ સ્ટાફ સાથ ેદવાઓની નોંધપાત્ર સંખ્યાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
- દિશાસૂચક અને માહિતીપ્રદ સંકેતો માટે સંકેતોની સમાન અને પ્રમાણ ભૂતડિઝાઇનનું આયોજન કરવામાં આવ્યું છે.
- દાંતારૂટ, હડાદરૂટ અન ેગબ્બરરૂટ પર કુલ 41 સ્થળો પર પીવાના પાણીની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં, 5 સ્ટેટિકક્ધટેનર સલામતી સ્ટોક તરીકે રાખવામાં આવ્યા છે.
- અંબાજી મંદિરમાં યાત્રાળુઓ માટેના દર્શનના સમયગાળામાં પણ નોંધપાત્ર રીતે વધારો કરવામાં આવ્યો છે.
- ગબ્બર ટેકરી પર 3ડી પ્રોજેક્શનના બહુવિધશો સાથે 9મી સપ્ટેમ્બર ેમેગા આરતીનું આયોજન કરવામાં આવ્યુ ંછે.
- યાત્રાળુઓ માટે આવાસ/ આશ્રયની તમામ સુવિધા (ભોજન, શૌચાલય, પીવાના પાણી સહિતની તમામ પાયાની સુવિધાઓ)
- ગુજરાતના વિવિધ તીર્થ સ્થાનો દશાર્વતું એઆર અને વીઆર સ્થાપિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
- યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે 6,000 થી વધુ પોલીસ કર્મચારીઓન ેતૈનાત કરવામાં આવ્યા છે.
- 45 બોડીવોર્ન કેમેરા, 3 ડ્રોન કેમેરાઅને 300 થી વધુ સીસીટીવી કેમેરાનો સર્વેલન્સ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
- અંબાજી મંદિરના રૂટ પરની લગભગ 71 વનકુટીરને વનવિભાગ દ્વારા સુશોભિત અને રોશની કરવામાં આવી છે.
ભાદરવી પૂનમના મેળા માટે અમલીકરણ કરવામાં આવી રહેલી વ્યવસ્થાઓની વિગતો
રાજ્ય સરકાર ધ્વારા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનું અમલીકરણ કરવામાં આવી રહયું છે. મા અંબેના દર્શન અને આર્શીવાદ માટે અંબાજી જતા યાત્રિકોને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકારના 10 થી વધુ વિભાગો તેમજ સેટર યુનિવર્સિટી, ખાનગી એજન્સીઓ અને મંદિર ટ્રસ્ટને વિવિધ સુવિધાઓનું (રસ્તા,પાણીની સુવિધા, શૌચાલય,સફાઇ, પાર્કિંગ, બસ-સ્ટેશન, મેડિકલ, સુરક્ષા અને સલામતી) આયોજન અને તે તમામ સુવિધાઓને અંતિમ સ્વરૂપ આપી તેનું સંકલન અને માર્ગદશન આપવામાં આવી રહયું છે. સેટર યુનિવર્સિટીધ્વારા યાત્રાળુઓમાટેમુવમેન્ટ પ્લાનનેનકકી કરવામાં આવેલ છે તેમજ અંબાજીમંદિરસુધીપહોંચતા તમામ માર્ગોપરયાત્રાળુઓમાટેજરૂરીસુવિધાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવેલ છે.