• વિઠ્ઠલભાઈ મુંગરા છેલ્લા 20 વર્ષથી આ ડુંગરાળ અને પથરાળ જગ્યા પર વૃક્ષારોપણ કર્યું
  • 5000 વૃક્ષો વાવવાનો સંકલ્પ
  • સવારથી લઈને સાંજ સુધી ડુંગરની જગ્યામાં પસાર કરે છે અને 16000 વૃક્ષોનું જતન કરે છે

જામનગર ન્યૂઝ :  5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. પર્યાવરણને સ્વચ્છ રાખવું આપણી પ્રાથમિક જવાબદારી છે. ત્યારે જામનગરના પ્રકૃતિ પ્રેમી એ અનોખો નિર્ણય લીધો છે. વિઠ્ઠલભાઈ સવજીભાઈ મુંગરાનો આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમને આ વર્ષમાં 5000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે.જામનગર તાલુકાના ઠેબા નજીક બે ભાઈના ડુંગર નામની ઓળખાતી જગ્યાના છે. આ જગ્યા છેલ્લા કેટલાક સમયથી પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત બની છે અને એનો સંપૂર્ણ શ્રેય વિઠ્ઠલભાઈ સવજીભાઈ મુંગરાની મહેનત અને જહેમતને જાય છે. વિઠ્ઠલભાઈ મુંગરા છેલ્લા 20 વર્ષથી આ ડુંગરાળ અને પથરાળ જગ્યા પર વૃક્ષારોપણ કર્યું છે. હજ્જારો વૃક્ષ ઉછેર્યા છે અને તેનું જતન કરે છે. તેમને પોતાના જીવનને પ્રકૃતિને સમર્પિત કરી દીધું છે.

જામનગરના એક અનોખા પર્યાવરણ પ્રેમીએ રાત દિવસ મહેનતથી અને લોકસહયોગથી 16 હજાર વૃક્ષોનો ઉછેર અને જતન કરીને એક આખું પાકૃતિક પ્રવાસન સ્થળ વિકસાવ્યુ છે. જામનગર તાલુકાની ખીમલીયાની સીમમાં ઠેબા નજીક બે ભાઈના ડુંગર નામની ઓળખાતી જગ્યાના છે. આ જગ્યા છેલ્લા કેટલાક સમયથી પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત બની છે અને એનો સંપૂર્ણ શ્રેય વિઠ્ઠલભાઈ સવજીભાઈ મુંગરાની મહેનત અને જહેમતને જાય છે. વિઠ્ઠલભાઈ મુંગરા છેલ્લા 18 વર્ષથી આ ડુંગરાળ અને પથરાળ જગ્યા પર હરિયાળી લીલીછમ ચાદર પાથરવાની જહેમત કરી રહ્યા છે અને એ જહેમત હવે રંગ લાવી રહી છે. ધરતી સાથે જોડાયેલા આ વિઠ્ઠલભાઈને પર્યાવરણ પ્રત્યેના લાગણી અદભૂત છે.WhatsApp Image 2024 06 05 at 11.04.49

વર્ષ 2004માં વિઠ્ઠલ ભાઈએ બીમારીના કારણે મોતને ખૂબ જ નજીકથી જોયુ હતું.તેમને અલ્સરની બીમારી થઈ હતી. બીમારીના સમયમાં તેઓ પર્યાવરણની ખુલ્લી હવામાં વધુ સમય પસાર કરવા માટે ઠેબા નજીક આવેલા `બે ભાઈના ડુંગર’ના નામથી જાણીતી જગ્યાએ આવ્યા હતા. અને અહીંથી તેમને પર્યાવણ પ્રત્યે પ્રેમનું બંધન બંધાઈ ગયું. પર્યાવરણ વચ્ચે રહેવાથી તેઓ બીમારીથી મુકત થયા હતા અને સ્વસ્થ થતા પોતાનુ જીવન વૃક્ષો માટે સમર્પિત કરવાનું શરૂ કર્યુ અને તેમણે બે ભાઈના ડુંગરની જગ્યાને હજારો વૃક્ષોનું જતન કરીને એક રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યુ છે.હાલ આ જગ્યાએ અનેક લોકો પ્રકૃતિનું સાનિધ્ય માણવા આવી રહ્યા છે. ડુંગરની જગ્યાને વિઠ્ઠલભાઈ દ્વારા એટલી બધી વિકસાવવામાં આવી છે કે જામનગર સહિત આસપાસ ના લોકો આ જગ્યાની મુલાકાત લેવા માટે આવે છે. તેમજ રવિવાર અને તહેવારોના સમયમાં અહી ખૂબજ મોટી સંખ્યા લોકો મુલાકાત લેવા માટે આવે છે.WhatsApp Image 2024 06 05 at 11.04.50

હાલ વિઠ્ઠલભાઈ મુંગરા રોજ સવારથી લઈને સાંજ સુધી ડુંગરની જગ્યામાં પસાર કરે છે અને 16000 વૃક્ષોનું જતન કરે છે, વૃક્ષની આસપાસ નીંદણ કરવું , વૃક્ષોને ઊધઈ ન ખાય તેમાટે ચૂનો લગાવવો, પાણી પાવું સહિતની કામગીરી કરીને દિવસ પસાર કરે છે. વિઠ્ઠલભાઈનું કહેવુ છે કે, જે દિવસે તેઓ આ જગ્યા નથી આવતા તે દિવસે તેમને ચેન પડતું નથી. આમ, આ વાત આપણને એ સમજાવે છે કે, મનુષ્યના તમામ રોગને દૂર કરવાની પર્યાવરમાં કેવી ચમત્કારીક તાકાત હોય છે અને પ્રકૃતિ તરફનું બંધન ધરતી પર કેવું નંદનવન સર્જી શકે છે.WhatsApp Image 2024 06 05 at 11.04.49 3

આ વર્ષે તેઓએ 5000 વૃક્ષો વાવવાનો સંપકલ્પ કર્યો છે. પક્ષીઓ અને મનુષ્યના ઉપયોગી આવે તે માટેના વૃક્ષો વાવવાનો વિચાર કર્યો છે અને આવતીકાલથી જ આ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જીવદયાના ભાવ સાથે જામનગર જિલ્લામાં ક્યાંય ન હોય તેવો મોટા ચબૂતરાનું પણ આ જગ્યાએ નિર્માણ થઈ રહ્યું છે જેમાં 2500 કુંડા મુકવા સહિતના નિર્ણય કરવામાં આવ્યો છે અને લોકોને ઉદાર હાથે દાન આપવાનું કરવામાં આવ્યો છે.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.