અલગ અલગ ભાતીગળ અને પરંપરાગત વસ્ત્રો પેહરી મા અંબાની આરાધના કરી રાસ ગરબાની મોજ માણતા હતા. નાના બાળકોથી લઈને યુવાનોએ અલગ અલગ રંગના કેડિયા પેહર્યા અને આ કેડીયામાં પણ અલગ અલગ ડિઝાઇનના અને રંગો સાથે ગરબે રમતા છોકરો અને છોકરી હોય તેવી ડિઝાઈનના કેડિયાએ સૌથી વધુ આકર્ષણ જમાવ્યું છે. કોઈએ રાધાકૃષ્ણની ડીઝાઈન વાળા તો કોઈએ કચ્છી વર્ક વાળા કેડિયાઓ પેહર્યાં છે.
મેઘધનુષ્યની મારફત અબતક સુરભિના આંગણે ગરબાના તાલે ઘૂમતા જોવા મળ્યા ખેલૈયાઓ…
પરંપરા અને ફેશનનો સંગમ જોવા મળ્યો છે. ખાસ કરીને રાત્રીના માહોલમાં જગમગતા જરી વાળા વસ્ત્રોએ પહેરેલા જોવા મળ્યા છે.સાથે આ વખતે છોકરીઓમાં એક ખાસ ટ્રેન્ડ જોવા મળ્યો છે જેમાં છોકરીઓ આ વખતે પારંપરિક કચ્છી વર્કના ચણીયા ચોળી પેહરવાનું પસંદ કર્યું છે. લાંબો ઘમર ઘાઘરા સાથે આભલાથી ભરેલો ચણિયો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.માથે ટોપી, કેડિયું અને ધોતી પહેરીને સજ્જ થયેલ નમણી નાર જાણે સાક્ષાત માતાજીનું સ્વરૂપ હોય તેવું લાગે છે.