રાજસમઢીયાળાના લલીતાબેન બારીયાને 22-2-22ના બપોર 2.22 કલાકે લક્ષ્મીજી અવતર્યા: બાળકીનું વજન 2.22 કિલો
અબતક, રાજકોટ
ભાજપ કાર્યાલય મીડીયા વિભાગના રાજન ઠકકરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે તારીખ અને આંકડાનો પ્રભાવ માનવજીવન સાથે હંમેશા જોડાયેલો રહે છે ત્યારે કોઈપણ માનવીની જન્મતારીખ , લગ્ન તારીખ એ હંમેશા તેમના જીવનમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે , ત્યારે ગઈકાલે તા.22-2-22 ના રોજ રાજકોટની ઝનાના હોસ્પિટલમાં રાજસમઢીયાળાના લલીતાબેન બારીયાને તા.22-2-22ના બપોરે 2.22 લાકે લક્ષ્મીજી અવતર્યા હતા અને યોગાનુયોગ બાળકીનું વજન પણ 2.22 કીલો હોય તારીખ અને આંકડાનો ભાગ્યે જ જોવા મળતો રસપ્રદ અનોખો સંયોગ સર્જાયો હતો .
ત્યારે આજના સમયમાં ઘણા પરિવારમાંથી આ પ્રકારની ખાસ તારીખે ડિલિવરી કરાવવાનો આગ્રહ રાખવામાં આવતો હોય આંકડાના અનોખા સંયોગ સાથે એક પરિવારમાં બાળકીનો જન્મ થવાથી આજનો દિવસ માત્ર નવજાત બાળકીના પરિવાર માટે નહી પરંતુ હોસ્પિટલના માટે પણ યાદગાર બની રહયો હતો . ત્યારે કેટલાક આંકડા વ્યક્તિના જીવનમાં યાદગાર બની જતા હોય છે , ત્યારે માતા લલીતાબેન તેમજ નવજાત બાળકીની તબીયત સારી છે અને તેમના પરિવાર માટે આ કિસ્સો યાદગાર બની ગયો છે ત્યારે તારીખ આંકડાના અનોખા સંયોગ સાથે પરિવારમાં લક્ષ્મીજી અવતર્યા હોવાથી સમગ્ર બારીયા પરિવારમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે . ત્યારે આ તકે ઝનાના હોસ્પિટલના ડો . કમલ ગોસ્વામી માર્ગદર્શન હેઠળ હોસ્પિટલ તબીબી અને નર્સીંગ સ્ટાફે ડો . ધવલ , હેમાલી સીસ્ટર , જાનકી સીસ્ટર સહીતનાએ લલીતાબેનને નોર્મલ ડીલેવરી કરાવેલ અને આ આંકડાકીય સુખદ સંયોગના સાક્ષી બન્યા હતા .