નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિઘ્યે

સેવા અર્પણ કરનારા સેવાભાવી ભાવિકોને ભગવાન મહાવીર પરમ એવોર્ડથી કરાશે સન્માનીત

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ  નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યે  સમસ્ત જૈન સમાજ આયોજિત ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના ઉપલક્ષે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન 2ક્ષમ એપ્રિલ, 2023, રવિવારે કરવામાં આવ્યું છે.

સાંજના 07:00 કલાકે સમસ્ત જૈન સમાજ આયોજિત ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત પરમ ગુરુદેવના બ્રહ્મનાદે 9,99,999 “નમો સિદ્ધાણં” જપ સાધના અનુષ્ઠાના પ્રારંભ સાથે હજારો ભાવિકો વિશ્વ શાંતિના પોઝિટિવ તરંગો પ્રસારિત કરશે. ઉપરાંતમાં, પ્રભુ મહાવીરના અનેકાંતવાદ, અહિંસા અને અપરિગ્રહના સંદેશને પ્રસારિત કરતી હૃદયસ્પર્શી નાટિકા “સમજ 100%, સમસ્યા 0% ” ની અદભૂત પ્રસ્તુતિ, મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલ રમેશભાઈ બાયસ આદિ અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં પરમ પટાંગણ, સપ્તાહ ગ્રાઉન્ડ, પવાર પબ્લિક સ્કૂલની પાસે, કમલા વિહાર સ્પોર્ટ્સ ક્લબની સામે, મહાવીર નગર કાંદિવલી(વે) ખાતે કરવામાં આવશે.

વિશેષમાં આ અવસરે સંઘ – સમાજ અને રાષ્ટ્ર માટે વિશેષ યોગદાન અને સેવા અર્પણ કરનારા સેવાભાવી 11 ભાવિકોને ભગવાન મહાવીર પરમ એવાર્ડ આપીને એમને સન્માનિત કરવામાં આવશે.

મુંબઈભરના ભાવિકો લાભ પ્રાપ્ત કરી શકે એવા શુભ હેતુથી સમસ્ત મુંબઈના શ્રી સંઘોમાંથી આ અવસરમાં પધારવા માટેની બસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇચ્છુક ભાવિકોએ પોતપોતાના સંઘોમાં બસ માટે વહેલી તકે નામ નોંધાવવાની તાકીદ કરવામાં આવી છે.

પ્રભુના જન્મ કલ્યાણક અવસરે પ્રભુના સાઇન્ટિફિક સિદ્ધાંતોને જાણવા, માણવાને અનુભવવા, દરેક ધર્મપ્રેમી ભાવિકોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.