ક્રાંતિકારીના પુસ્તકો વાંચી અને તેનો બુક ટોકનો વીડિયો પ્રસિઘ્ધ કર્યો
હાસ્યકાર અને શિક્ષણવિદ સાંઇરામ દવેની નચિકેતા સ્કુલિંગ સિસ્ટમ શિક્ષણના અવનવા પ્રયોગો માટે જાણીતી છે. આઝાદીના અમૃત મહોત્સવ નીમીતે આ શાળાના દરેક શિક્ષકને દેશભકત ક્રાંતિવીરોનું એક પુસ્તક વાંચવા માટે અપાયું. પંચોતેર જેટલા મહાન ક્રાંતિકારીઓના જીવન ચરિત્ર વાંચ્યા બાદ સ્કુલ મેનેજમેન્ટ દ્વારા તેના ‘બુક ટોક વિડીયો’ બનાવવામાં આવ્યા.
આજના વિઘાર્થીઓને વાંચનમાં રસ પડે અને અજાણ્યા ક્રાંતિવીરોના જીવન કવનથી તે અવગત થાય એ હેતુથી આ બુક ટોક વિડીયો નચિકેતા સ્કુલીંગ સિસ્ટમની યુ ટયુબ ચેનલ પરથી પ્રસારિત કરવામા: આવ્યા છે. પુસ્તક પ્રેમીઓ તેમજ શાળાના વાલીઓએ શિક્ષકોના આ પ્રયત્નને વધાવ્યો છે. એક સુંદર પુસ્તક વ્યકિતને પસ્તી થતા રોકે છે. આજના ફાસ્ટ યુગમાં વાંચવાનો સમય ઘણાં પાસે નથી ત્યારે બુક ટોક વિડીયોનો નચિકેતાના શિક્ષકોનો આ પ્રયોગ સરાહનીય છે.
નચિકેતા સ્કૂલના શિક્ષકો દ્વારા દર વખતે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. ક્રાંતિવીરોના પુસ્તકો વાંચી અને બુક ટોકનો વીડિયો પ્રસિઘ્ધ કરી બાળકોને પ્રેરણા મળી રહે તેવા પ્રકારનું વિશેષ કાર્ય સાથે આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ રહી છે.