સુરત સમાચાર
સુરતમાં અનોખો દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.જેમાં સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયું હતું. મહિલાએ જૂની વેદના વર્ણવી હતી અને અભડછટ તેમજ અસ્પૃશ્યતાને ત્યાગવાની અપીલ સાથે આ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમય સફાઈ કર્મચારીના પગ ધોઈને સન્માન કર્યું હતું પણ દેશમાં હજુ પણ જોઈએ તેવી જાગૃતતા નથી દેખાઈ રહી ત્યારે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા શહેરનાં મોટા વરાછા તેમજ ઉતરાણ નાં સફાઈ કર્મચારી તેમજ આંગણ વાડીનાં આશા વર્કર બહેનોનો દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું.મોટા વરાછા તેમજ ઉતરાણમાં ફરજ બજાવતા 150 સફાઈ કર્મચારીઓ તેમજ આંગણવાડીની 20 આશા વર્કર બહેનોને દિવાળીની મીઠાઈ તેમજ સાડી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મહિલા સફાઈ કર્મચારીઓએ વર્ષો પહેલાની પોતાની આપ વીતી જણાવી હતી જ્યારે મહિલા સફાઈ કરવી નોકરી પર જતી ત્યારે લોકો તેમની બોલાવતા સુધા પણ ના હતા. સુરત શહેરને સ્વચ્છ રાખતા એસ એમ સી નાં કર્મચારીઓ શહેરને સ્વચ્છ રાખી ને પોતાની દિવસ રાત ફરજ બજાવે છે તેના પ્રતાપે આજે સુરત શહેર ભારતમાં સ્વચ્છતામાં બીજા ક્રમ પર છે જેના શ્રેય સફાઈ કર્મીઓને જાય છે.. સંસ્થા દ્વારા એક અનોખો સંદેશ આપવામાં આવ્યૌ હતો અને આજ સંદેશ પ્રમાણે તમામ લોકો હળી મળી ને રહે તો ભારત ને ફરીથી સોનેકી ચીડિયા બનતા કોઈ નહીં રોકી શકે.