સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, નવી દિલ્હીના આર્થીક સહયોગથી શિક્ષક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું..સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફેસર સુકાંતકુમાર સેનાપતિ સાહેબ તેમજ કુલસચિવ પ્રો. લલિતકુમાર પટેલના માર્ગદર્શનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે તારીખ ૨૨/૩/૨૦૨૫ના રોજ પ્રો.વિનોદકુમાર ઝાની અધ્યક્ષતામાં બપોરે ૦૩:૦૦ વાગ્યે દીપપ્રાગટ્ય કરી, ઋષિ કુમારો દ્વારા મંત્રોચ્ચાર કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. પ્રારંભે ડો. ડી. એમ. મોકરીયા સાહેબે શાબ્દિક સ્વાગત તેમજ વૃત્તકથન કર્યુ હતું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રતિભાઓમાંથી વજુભાઈ તેમજ ધર્મિષ્ઠા બેને પ્રતિભાવ કથન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે સંસ્કૃત યુનિવર્સિટીમાં આવા કાર્યક્રમો સતત થતા રહે અને અમારા જેવા શિક્ષકો સતત લાભાનવિત બનતા રહે એવી લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના સુવ્યવસ્થિત આયોજન બદલ આનંદની અભિવ્યક્તિ કરી હતી.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત કોલેજના પ્રાચાર્ય ડૉ.નરેન્દ્રકુમાર પંડ્યા સાહેબે સારસ્વત વ્યાખ્યાન આપી સંસ્કૃત ભાષાની સાર્વત્રિકતા વિશે વાત કરી હતી. પ્રો. વિનોદકુમાર ઝાએ પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં સંસ્કૃત ભાષાની આત્મીયતા વિશે વાત કરી હતી.કાર્યક્રમના અંતે ડૉ. રામકુમારીએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમનું સત્ર સંચાલન કુ. કરિશ્મા ગામીતે કર્યું હતું. આ કાર્યક્રમમાં જુદી જુદી સંસ્થાઓમાંથી ૬૦ જેટલા મહાનુભાવો પધાર્યા હતા. પ્રશિક્ષણ આપવા માટે સંસ્કૃતના નિવૃત્ત પ્રોફેસર ડૉ. રાજેન્દ્ર ચોટલીય તેમજ ડૉ. કિશોર શેલડીયા, ડૉ. મુકેશ ઇઢારીયા, પીન્કેશ સોનીજી તેમજ વ્રજેશ પંડિત એ વિદ્વતા સભર વ્યાખ્યાનો આપ્યા હતા. સંસ્કૃત ભાષાનું ગદ્ય શિક્ષણ, પદ્ય શિક્ષણ, અનુવાદ કૌશલ્ય, શ્રવણ, કથન, પઠન અને લેખન કૌશલ્યો, અભિનય દ્વારા શિક્ષણ, રમતગમત દ્વારા શિક્ષણ વગેરે વિવિધ રીતોથી શિક્ષણ આપવાનું પ્રશિક્ષણ આપ્યું હતું. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા થયેલ આ સફળ કાર્યક્રમની સૌ પ્રતિભાગીઓએ પ્રશંસા કરી હતી.
અહેવાલ: અતુલ કોટેચા