મેગા બિઝનેસ ઈવેન્ટમાં બહેનો દ્વારા ૯૦ થી વધુ સ્ટોલમાં વિવિધ વસ્તુઓનું વેંચાણ તથા ખાણીપીણીના સ્ટોલ રાખવામાં આવશે
સતત નવું જ આપવાના ઉમદા હેતુથી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ-રાજકોટની રચના થયેલ છે. છેલ્લા ત્રણ વર્ષમાં અનેક વિવિધ કાર્યક્રમો આપ્યા. આગામી ૨૩ તથા ૨૪ માર્ચના રોજ મહિલા પાંખ દ્વારા બાલભવન ખાતે મેગા બિઝનેસ ઈવેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનનો મુખ્ય હેતુ મહિલાઓમાં સ્વરોજગાર પ્રત્યે જાગૃતિ વધે, આત્મ વિશ્ર્વાસ વધે તેમજ મેનેજમેન્ટ સ્કીલ વિકસે તેઓ છે.
મેગા બિઝનેસ ઈવેન્ટમાં બહેનો દ્વારા ૯૦થી વધુ સ્ટોલમાં વિવિધ વસ્તુઓનું વેંચાણ તથા ખાણીપીણીના સ્ટોલ રાખવામાં આવેલ છે. જેમાં ખૂબ જ ઓછા નફાથી વેંચાણ કરવામાં આવશે. આ મેગા બિઝનેસ ઈવેન્ટ તા.૨૩ થી ૨૪ માર્ચ એમ બે દિવસ સવારના ૧૦ થી રાત્રીના ૧૦ સુધી બાલભવન રેસકોર્ષ ખાતે ચાલશે. જેમાં જાહેર જનતાને ફ્રી પ્રવેશ આપવામાં આવશે. તેથીવધુમાં વધુ લોકો આ આયોજનનો લાભ લે તેવું આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે. આ તકે મહિલા આગેવાનોએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી.
તા.૨૩ માર્ચ શનિવારે સવારે ૧૧ કલાકે આ બિઝનેસ ઈવેન્ટ ભવ્ય ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકવામાં આવશે. આ સમગ્ર આયોજન માટે શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ-રાજકોટના ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ મહિલા પાંખના સભ્યો ભાવનાબેન જોષી, વૈશાલીબેન શુકલ, હેમાનીબેન રાવલ, રાજલબેન જાની, કવિતાબેન જાની, મીનાબેન ભટ્ટ, બિંદુબેન દવે, મિનાશ્રીબેન જોષી, ટ્રસ્ટી દર્શિલભાઈ જાની, પ્રમુખ અતુલભાઈ વ્યાસ, મહામંત્રી વિપુલભાઈ શુકલ વગેરેની ટીમ ખાસ જહેમત ઉઠાવી રહી છે.