- ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં ડો.મેહુલ આચાર્ય આપી માહિતી
- ગોપાલ નમકીનના સહયોગથી
મંત્રૌષધિ સુવર્ણપ્રાશન બાળકો માટે ઈમ્યુનિટી ટોનિક છે, જેના ખુબ જ સકારાત્મક પરિણામો સમાજમાં પ્રાપ્ત થયાં છે. સુવર્ણપ્રાશન એક એવું અદ્ભૂત ટોનિક છે. સ્વસ્થ બાળકની ઇમ્યુનિટી તેમજ મેમરી વધારે છે. બાળકોની પ્રાણશક્તિ વધે છે, આળસ દૂર થાય છે, પાચનતંત્ર સ્વસ્થ બને છે, શ્ર્વસનતંત્ર સ્વસ્થ બને છે.
ગોપાલ નમકીન કંપનીનાં સહયોગથી સમાજનાં ચાર લાખ બાળકો દર પુષ્યનક્ષત્રના દિવસે મંત્રૌષધિ સુવર્ણપ્રાશન ડ્રોપ્સ લે છે. આદિવાસી, વનવાસી વિસ્તારમાં મંત્રૌષધિ સુવર્ણપ્રાશનના હજારો કેન્દ્રો ચાલે છે. તેમાં મુખ્ય 700 શહેરના કેન્દ્રોનાં મુખ્ય સંચાલકોનું સમ્મેલન ગોપાલ નમકીન ખાતે રાખવામાં આવ્યું છે.
પૂ.વિશ્ર્વનાથ ગુરુજી જે વારાણસીના રાજવૈદ્ય તથા વૈદ્યસભાના પ્રમુખ હતા, તેઓની આગેવાનીમાં મંત્રૌષધિ સુવર્ણપ્રાશનનું વિધિવત્ત નિર્માણ કરવામાં આવ્યું. જેમાં સુવર્ણ, મધુ બ્રાહ્મી, શંખપુષ્પી, જેવી દિવ્યૌષધિ તે દ્વારા વેદોના મંત્રો દ્વારા કરવામાં આવ્યું, આજે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ દ્વારા પૂરા ભારતમાં આપવામાં આવે છે.
આ અદ્ભુત સુવર્ણપ્રાશન ભગવાન ધન્વંતરિના પ્રસાદ રૂપે પ્રાપ્ત થયેલ હોવાથી દર પુષ્યનક્ષત્રના દિવસે ભારતભરમાં કેન્દ્રો પર નિ:શુલ્ક પ્રદાન કરવામાં આવે છે. ગોપાલ નમકીન દ્વારા છેલ્લા એક વર્ષથી 4 લાખથી પણ વધારે બાળકોને મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવે છે.
તેમજ સંસ્થા દ્વારા ભારતભરમાં અનેક રાજ્યોમાં મંત્રોષધિ ગર્ભસંસ્કાર કેન્દ્રો ચાલે છે. જેમાં ગર્ભાવસ્થા પૂર્વે પુત્રેષ્ટિ યાગ, ગર્ભાવસ્થા દરમ્યાન ત્રણ સંસ્કારો – પુંસવન સંસ્કાર, અનવલોભન સંસ્કાર તેમજ સિમંત્તોનયન સંસ્કાર ઓનલાઇન તેમજ ઓફલાઇન નિ:શુલ્ક કરવવામાં આવે છે.
તેમજ બાળકોને ઘરેથી જ સંસ્કાર મળી રહે તેમજ અનેક પ્રકારનાં દૂષણોથી બચી શકે તે માટે માતા-પિતા માટે ખાસ બાળ મનોવિજ્ઞાન આધારિત વૈદિક પેરેંટિંગનો કોર્સ ઓનલાઇન તથા ઓફલાઇન ચલાવવામાં આવે છે. ુ
જે લોકો મંત્રૌષધિ સુવર્ણપ્રાશન સુવર્ણપ્રાશન કેન્દ્ર ખોલવા માંગતા હોય કે મંત્રૌષધિ ગર્ભસંસ્કાર કેન્દ્ર ખોલવા માંગતા હોય તે લોકો માટે ટ્રેઇનીંગનું આયોજન આ સમ્મેલનમાં કરવામાં આવ્યું છે. તેમજ ગુરુપૂર્ણિમા પર વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રસ ધરાવનાર વ્યક્તિએ નિ:શુલ્ક રજીસ્ટ્રેશન માટે 9664911182/8140140014 પર સંપર્ક કરવા જણાવ્યું છે. રાજકોટ ગોપાલ નમકીન ખાતે ભારતભરમાં મંત્રૌષધિ સુવર્ણ પ્રાશન કેન્દ્ર તથા ગર્ભ સંસ્કાર કેન્દ્રના સંચાલકોનું 20-21 જુલાઇ શનિ-રવિવાર સમય સવારે 10 થી 6 સુધી રાખવામાં આવ્યું છે. ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ડો.મેહુલ આચાર્ય, શિવાંગી હદવાણી, કરણભાઇ વોરાએ જણાવ્યું હતું.
એક વર્ષમાં 4 લાખથી પણ વધારે બાળકોને સુવર્ણ પ્રાશન પીવડાવવામાં આવે છે: ડો.મેહુલ આચાર્ય
‘અબતક’ શુભેચ્છા મુલાકાતમાં ડો.મેહુલ આચાર્યએ જણાવ્યું હતું કે આપણા જીવનમાં આયુર્વેદનું મહત્વ છે. આયુર્વેદથી લોકોને જાગૃત્તતા લાવવી જરૂરી છે. આયુર્વેદ ડોક્ટરની ડિગ્રી મેળવે ગર્ભ સંસ્કારથી બાળક તંદુરસ્ત અને સ્વસ્થ્ય જન્મ છે. તેવી જ રીતે સુવર્ણ પ્રાશન ભગવાન ધન્વંતરીના પ્રસાદ રૂપે પ્રાપ્ત થયેલ હોવાથી દર પુષ્ય નક્ષત્રના દિવસે ભારતભરમાં કેન્દ્રો પર નિ:શુલ્ક પ્રદાન કરવામાં આવે છે. 12 રાજ્યમાં 80 થી 100 કેન્દ્ર ચાલી રહ્યા છે. જ્યારે રાજ્યમાં 40 કેન્દ્ર દ્વારા નિ:શુલ્ક સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવામાં આવે છે. એક વર્ષથી 4 લાખથી પણ વધારે બાળકોને મત્રૌષધિ સુવર્ણ પ્રાશન પીવડાવવામાં આવે છે.