રાજકોટમાં ચાલી રહેલી શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં આજે બીજા દિવસે વ્યાસપીઠેથી સાળંગપુરના પરમપૂજ્ય હરિપ્રકાસદાસજી સ્વામીએ નવયુવાનોએ વ્યસનોથી દુર રહેવા અપીલ કરી હતી. તેમજ રામાયણના હનુમાનજી અને વિભિષણની મુલાકાત તથા તુલસીના રોપના મહત્વતા વિશેની વાત પોતાની આગવી શૈલીમાં શ્રાવિકોને તરબોળ કર્યાં હતાં. આ ઉપરાંત લોકોને સારા માણસોની સોબત કરવા માટે અપીલ કરી હતી.રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી હનુમાન ચાલીસા યુવા કથામાં બીજા દિવસે વ્યાસપીઠે સાળંગપુરધામના હરિપ્રકાસદાસજી સ્વામીજીએ વ્યાસપીઠ ઉપરથી હનુમાનજી દાદા અંગે કરતા જણાવ્યું હતું કે, હનુમાનજી દાદા પાસે જે માંગો તે મળે છે અને તેના ભક્તો હંમેશા સુખી થયા છે.
રામાયણમાં વિભિષણ અને સુગ્રિવે હનુમાનજીની વાત માનીને સાંભળીને સુખી થઈ ગયા હતા. જ્યારે રાવણ પાસે સોનાની લંકા હતી ત્યારે હનુમાનજી મહારાજે તેને માની જવા માટે કહ્યું હતું. હે રાવણ હે મહારાજ તારી પાસે બધુ જ છે પણ એક જ જગ્યા ખાલી છે. તારુ હૃદય ખાલી છે. તારા હૃદયમાં રઘુનાથના ચરણને સ્થાન આપી દે તો સકલ બ્રહ્માંડમાં તારૂ જ રાજ હશે. પરંતુ રાવણ માન્યો નહીં અને તેનો ભાઈ વિભિષણ માની ગયો માટે વિભિષણને સુખ મળ્યું હતું. સમગ્ર લંકામાં વૈભવ અને વિલાસના ઘર હતાં.
તો વ્યાસપીઠ ઉપરથી હરિપ્રકાસદાસજી સ્વામીએ લોકોને ઘરમાં સુંદરપાઠનું પઠન કરવા માટે જણાવ્યું હતું. સમગ્ર લંકામાં માત્ર એક જ ઘર ઉપર રામ નામ લખ્યું હતું. તેમજ તે ઘરમાં તુલસીનો રોપ હતો. ત્યારે તેના પરથી હનુમાનજી દાદાને ત્યાં કોઈ સારો માણસ રહેતો હોવાનું જણાયું અને તે ઘરમાં હનુમાનજી દાદાએ પ્રવેશ કર્યો હતો. જેવો ઘરમાં હનુમાનજી દાદાએ પ્રવેશ કર્યો ત્યારે ઉંઘમાંથી વિભિષણ જાગ્યા અને રામ નામનો જપ કરવા લાગ્યાં હતાં.
સ્વામીજીએ આ ઉદાહરણ દ્વારા લોકોને રામ નામનો જપ કરવા તેમજ રામ નામના જપથી સંસારરૂપી સાગરમાં તરી જવા જણાવ્યું હતું. રાજકોટમાં ચાલી રહેલી હનુમાન ચાલીસા યુવા કથામાં આજે બીજા દિવસે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ રામભાઈ મોકરીયા, ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્શ ભરતભાઈ બોઘરા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં. કથાના બીજા દિવસે સાળંગપુર ધામના સ્વામી હરિપ્રકાસદાસજી સ્વામીએ શ્રાવિકોને પોતાની આગવી શૈલીથી શ્રોતાગણોને તરબોળ કર્યા હતાં.
અંગદાનનો સંકલ્પ કરી માનવતા મહેકાવીએઆ અંગે કમલનયનભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે, કથામાં અનેક સંકલ્પ કરવામાં આવ્યાં છે. જેમાં પ્રથમ સંકલ્પ બ્લડ ડોનેશન કેમ્પનો હતો. જે શરૂ જ છે. જે કોઈ ભાવિકોને રક્તદાન કરવું હોય તો તે કરી શકે છે. તેમજ એક અપીલ છે અમારી વેર્યા બીજ મેં છુટા હાથે હવે વાદળ જાણે ને વસુંધરા. ખેડૂતનો દિકરો જેમ ખેતરમાં જેમ બીજ વાવીને વાદળ અને વસુંધરા તેનું પોષણ કરતું હોય છે. તેવી જ રીતે અમે આ કથાના માધ્યમથી રાજકોટની જનતા સામે એક વાત મુકીએ છીએ. કોઈપણ વ્યક્તિના મૃત્યુ અને જન્મ વચ્ચે જીવન હોય છે. ભગવાનની અસીમ કૃપા હોય તો છોકરાઓને સારા વિચારો આવે છે. બ્રેઈનડેડ થનારી વ્યક્તિ પોતાની આંખ, હૃદય, ચામડી, સહીતના અંગો આપી શકે તે માટે અનેરો સંકલ્પ કરવામાં આવી રહ્યો છે. આ કથા દ્વારા અમે રાજકોટની જનતાને બ્રેઈન ડેડના સંકલ્પ લેવાનો એક વિચાર મુકીએ છીએ. બ્રેઈન ડેડ થનારના અંગોથી અંદાજે 9 જેટલા લોકોને નવજીવન મળે છે.