વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં આઝાદીના 75 માં વર્ષની ઉજવણી નિમિત્તે ઉજવાય રહેલા અમૃત મહોત્સવ અને તેના સંકલ્પ ભારત માટે જ નહીં પણ વિશ્વના તમામ લોકતાંત્રિક વ્યવસ્થા ધરાવતા દેશો માટે એક આદર્શ અને પથ ચિંતક બની રહેશે.
આજે ભારતીય લોકતાંત્રિક વ્યવસ્થા માટે ઐતિહાસિક ઘડી જેવી નવી સંસદના શ્રીગણેશ થયા છે નવી સંસદની શરૂઆતમાં શુકનવંતા કાર્ય તરીકે મહિલા અનામત બીલ હાથ પર લઈને સરકારે જ નહીં વિપક્ષ અને સમગ્ર રાજનીતિ વિચારધારાએ 21મી સદીના વિશ્વને મહિલા “સશક્તિકરણ” ની આવશ્યકતા સમજાવી છે,
મહિલા અનામત બિલ પાસ થયા બાદ રાજકીય રીતે અનેક પરિવર્તનો આવશે, લોકસભા, રાજ્યસભા વિધાનસભામાં મહિલાઓ નો 33% બેઠક પર એકાધિકાર પ્રસ્થાપિત થશે, આગામી ચૂંટણીમાં મહિલા અનામતને લઈને ઘણા રાજ્યોમાં વર્તમાન પરિસ્થિતિ ને અનુલક્ષીને રાજકીય ગણિત બદલાઈ જશે,સંસદની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે લોકસભામાં 78 મહિલા સાંસદ છે જે લોકસભાની કુલ 543 ની બેઠક સંખ્યા સામે 15% થી પણ ઓછી છે ,રાજ્યસભામાં પણ મહિલાઓની સંખ્યા માત્ર ને માત્ર 14 ટકા રહે છે, વિધાનસભામાં પણ મહિલાઓની સ્થિતિ 10% થી ઓછી છે હવે સ્થિતિ બદલાઈ જશે અને રાજદ્વારી ઇતિહાસમાં પહેલી વખત સંસદમાં મહિલાઓની ટકાવારી 33% એ પહોંચશે.
21 મી સદીના વિશ્વમાં મહિલા સશક્તિકરણ માત્ર સામાજિક ઉદ્ધાર માટે જ નહીં સર્વાંગી વિકાસ માટે આવશ્યક બન્યું છે, નવા સંસદના નવા પ્રસ્તાવ થી આંકડાકીય રીતે રાજકારણમાં મહિલાઓની સંખ્યા તો વધશે પણ ખરેખર મહિલા સશક્તિકરણ માટે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને મુક્ત પણે સ્વાયત રીતે પોતાના નિર્ણયો અને કાર્યસેલિના અમલ માટે નું વાતાવરણ અનિવાર્ય છે, પંચાયતી રાજ ચૂંટણી વ્યવસ્થામાં અત્યારે મહિલા અનામત બેઠકો પર જન પ્રતિનિધિ બનીને રાજ વ્યવસ્થામાં સામેલ થતી મહિલાઓ નું સક્રિય રાજકારણમાં કેટલું ઉપજે છે? તે આપણે સૌ જાણીએ છીએ મહિલા અનામત બીલ થી મહિલાઓની સંખ્યા ની સાથે સાથે નૈતિક સ્વાયત્તા વધે એવા વાતાવરણની પણ ખાસ જરૂર છે.
મનોવૈજ્ઞાનિક તત્વચિંતકો નું કહેવાનું છે કે સંખ્યા બળ સાથે મહિલાઓના આત્મવિશ્વાસ વધશે રાજકીય ક્ષેત્રે મહિલા વિશેષ ઉપસ્થિતિથી સ્વયંભૂ શિસ્ત નૈતિક આચારસંહિતા ના પ્રમાણમાં પણ સુધારો આવશે રાજકારણમાં 33% મહિલા શક્તિના યોગદાન અને ઉપસ્થિતિથી નિર્ણયોમાં શાંતિપૂર્ણ વિચારણાથી લઈ નૈતિકતાનું મૂલ્ય વધશે રાજકારણમાં સ્વયંશિસ્ત થી સ્થિતિ સુધરશે અત્યારની પરિસ્થિતિ એ 33% મહિલા અનામત ના અમલથી રાજધાની રીતે એક નવા યુગનો આરંભ થશે નવા સંસદના મુરતના કાર્ય જેવા મહિલા અનામત માં 33% ની જોગવાઈનું આ બિલ દેશ માટે શુકનવંતું સાબિત થશે મહિલા સશક્તિકરણ માટે ભારતની આ મક્કમ પહેલ સમગ્ર વિશ્વ માટે પથદર્શક બનશે