Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આર્થિક પ્રગતિની સાથે સાથે દેશ માટે પ્રકૃતિનું જતન  પણ અનિવાર્ય છે, વૈશ્વિક ધોરણે વધતા જતા ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યાને ડામવા માટે જરૂરી હરિયાળી વૃક્ષારોપણ દ્વારા જ ઊભી કરી શકાશે સામાજિક અને ધાર્મિક પ્રસંગોએ વિધિ વિધાન અને જરૂરી રિવાજની સાથે સાથે હવે વૃક્ષ વાવવા ના જાગૃતિ સંદેશને ફેલાવવો જરૂરી છે સ્વજનની તિથિ હોય કે જન્મદિવસ ઉંમરના આંકડા થી લઈ જીવનના દિવસો જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ અને વાવેલા રોપા જ્યાં સુધી ઘટાદાર વૃક્ષ ન થાય ત્યાં સુધી જાળવણીના સંકલ્પ થકી જ આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક આફતને નિવારવા માટે સધ્ધર બનશું છેલ્લા 50 વર્ષમાં ભારતની વસ્તી 36 કરોડ માંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ હતી વસ્તી વધારો સતત પણે વધી રહ્યો છે સમસ્યાઓ વધતી જાય છે તેની સામે સામે વૃક્ષો ની સંખ્યા ઘટતી જાય છે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આપણે ક્યારેય પાછું વળીને જોતા નથી હવે જાગવાનો સમય આવી ગયો છે જો વૃક્ષો નું જતન નહીં થાય નવા વૃક્ષો વાવીને મોટા નહીં કરવામાં આવે તો લાખ પ્રયત્નોને ટેકનોલોજી થતા જૈવિક સૃષ્ટિ કાળજાળ ગરમી ન ભોગ  બનતી રહેશેવૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે.પણા દેશમાં વનમહોત્સવ ઊજવાય છે. તે નિમિત્તે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બંને બાજુએ, નિશાળોમાં અને પડતર જમીનમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેનું જતના કરવાનો સંકલ્પ કરવામાં આવે છે.

આવા કાર્યક્રમોમાં બાળકોને મોટા પ્રમાણમાં જોડી દરેક બાળકને એક-એક વૃક્ષ વાવવાનું પ્રોત્સાહન આપવું તે ખૂબ જ ઉપયોગી નીવડી શકે. આથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી સૃષ્ટિસૌંદર્યમાં વધારો કરી શકાશે. વળી હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણના જટિલ પ્રશ્નનું નિરાકરણ પણ કરી શકાશે. દરેક બાળકને પ્રોત્સાહન આપી આપણે વૃક્ષોની સંખ્યા વધારતા જઈએ તો તે સમગ્ર માનવજાતિ માટે સૌથી ઉમદા કાર્ય બની રહેશે. આમ થવાથી પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી વાતાવરણ સુધારી શકાશે. આપણે નિશ્ચય કરીએ કે, દરેક બાળક દર વર્ષે, એક-એક વૃક્ષ તો ઉગાડે જ. આ માટે એમને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપીએ. આથી બાળકોને વૃક્ષો તરફ આપોઆપ પ્રેમ અને આકર્ષણ થશે. વાતાવરણ લીલુંછમ થશે અને પ્રદૂષણ  ઘટશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.