મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જયારે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં બી.એ.નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેઓએ એક કવિતાની રચના કરી હતી. ‘મા ભારતનું સંતાન’ નામની આ કવિતા અત્યારનાં કપરા સમય માટે જ જાણે લખવામાં આવી હોય તેવું જ લાગી રહ્યું છે. આ કવિતામાં  દેશ દાઝ અને દેશ હિત ન ઈચ્છતા હોય તેવા લોકો ભારત માતાનું સંતાન ન હોવાનું જણાવાયું છે. અત્યારનાં સમયમાં આ કવિતાનો સ્પષ્ટ અર્થ એ નિકળે કે જે લોકો સરકારનાં લોકડાઉનનાં આદેશનું પાલન નથી કરતા તેઓ ભારત માતાનું સંતાન નથી.

માઁ ભારતનું સંતાન

જેના દિલમાં દેશની દાઝ નથી,

નિજ દેશ વિશે અભિમાન નથી,

જેને ભારત ભૂ વિશે માન નથી,

એ ભારત માનું સંતાન નથી,

એને ભારત ભૂમાં સ્થાન નથી

હર મંદીર પર્વત પૂજય નથી,

હર સરિતા જયાં મા-તુલ્ય નથી

જેને દેશની ધૂળ પવિત્ર નથી,

એ ભારત માનું સંતાન નથી…. એને

પંજાબ, સિંધ કે બંગ ગુર્જરી,

સહોદરનો જયાં ભાવ નથી,

ગંગા યમુના સિંધુ ની સીંચી,

ભરત ભૂમિનું ભાન નથી,

એ ભારત માનું સંતાન નથી….. એન

દેશ હિતના યજ્ઞ મંહી આ,

દેહ હવનનાં કાષ્ટ બને,

છો જીવન ભર રીબાવું પડે,

જયાં ફરજે જ્ઞાન ઉમેદ નથી,

એ ભારત માનું

સંતાન નથી…. એને

– વિજય રૂપાણી

એફ.વાય.બી.એ.

ધર્મેન્દ્રસિંહજી કોલેજ

રાજકોટ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.