ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયન ઈન્ટીરીયલ ડિઝાઈન દ્વારા સ્પોર્ટ કાર્નિવલ
ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયા ઈનટિરીયર ડિઝાઈનર સૌરાષ્ટ્ર રીજનલ ચેપ્ટર દ્વારા સ્પોર્ટ કાર્નીવાલનું મેટોડા ઓલમાઈટી ગેટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ, આ સ્પોર્ટ કાર્નીવલમાં વિવિધ છ ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ક્રિકેટની રમતમાં ચાર ટીમો ઉતરાવામાં આવી હતી. રેડ રેડીયસ, કલાસીક ચેલેન્જર, તેજ ટાઈગર, સી.પી.એલ સનરાઈઝ જેમાં વિજેતા ટીમ તરીકે રેડ રેડીયસ બની અને તેને ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવી હતી. આ સ્પોર્ટ કાર્નીવાલ નો હેતુ તેમના વ્યવસાયના જેટલા પણ સભ્યો છે તેઓ એકબીજા સાથે વધુ નજીક આવે અને એક ફેલોશીપમાં વધારો થાય તેવો છે.
હરેશભાઈ પરસાણા ત્રીપલ આઈ.ડી. સૌરાષ્ટ્ર રીજનલ ચેપટર ચેરમેન એ. અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુકે આ અમારૂ આયોજન એક ફેલોશીપ ડેવલોપ થાય અમારા સભ્યો વચ્ચે તે માટે કર્યું છે. સૌરાષ્ટ્રના અમારા દરેક સભ્યો આમાં સહભાગી થાય એકબીજાની નજીક આવે એકબીજા સાથે મળીને નવુ કામ કરી શકયે અમારા એકબીજા વચ્ચેના અંતરો ઘટે તે માટે આ સ્પોર્ટ કાર્નિવલનું આયોજન કર્યું છે. અને અંદર અમારી ચાર ટીમોએ ભાગ લીધો છે. અને ૨૫ જેટલા દરેક ટીમમાં સભ્યો વહેચ્યા છે. અને અલગ અલગ છ રમતોને પ્રાધાન્ય આપ્યું છે. અહી જે વિજેતા ટીમ બનશે તેને અમે ટ્રોફી આપી સન્માનીત કરવાના છીએ. આ સ્પોર્ટ કાનીવલ આવનારા દિવસોમાં અમે વધુ સારી રીતે કરીશુય અને અમારા પરિવાર અને લોકોને પણ આનો એ ભાગ બનાવશું એવી અમારી તૈયારીઓ ભવિષ્યમાં છે.
રાજેન્દ્રભાઈ પૂરીએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુકે, ત્રીપલ આઈડી ચેપટરનો એક ભાગ છૂં અને મારી જાતને ખૂશનસીબ માનુ છઉં આ સ્પોર્ટ કાર્નીવલની ખૂબ જરૂરી છે. આના થકી અમારા વ્યવસાયના જેટલા સભ્યો છે. એ એક બીજાની નજીક આવે તેમજ વધુ સારી રીતે એકબીજાને સમજે અહી વિવિધ જગ્યાથી અમારા ડિઝાઈનરો આ સ્પોર્ટ કાર્નીવલમાં આવ્યા છે. આવનારા દિવસોમાં આનાથી પણ વધુ સારો સપોર્ટ કાર્નિવલ અમે કરીશું જેમાં લોકોને પણ આનો ભાગ બનાવશું.