ક્રાઇમ બ્રાન્ચ બાદ એસઓજીએ વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લીધો: પંજાબ પાસીંગના ટ્રક ચાલકની શોધખોળ
લોકસભાની ચૂંટણી દરમિયાન મતદારોને રિઝવવા વિદેશી દારૂની રેલમ છેલ બોલે તે માટે પંજાબથી ટ્રક ભરીને રાજકોટમાં મોકલાયેલા વિદેશી દારૂનો જંગી જથ્થો બીજા દિવસે પોલીસે ઝડપી લીધો છે. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે બેટી પાસેથી રૂ.૨૧ લાખની કિંમતનો વિદેશી દા‚ ઝડપી લીધા બાદ એસઓજી સ્ટાફે સોખડા પાસેથી રૂ.૧૮.૬૦ લાખની કિંમતના વિદેશી દારૂ સાથે ઝડપી લીધો છે. પોલીસને જોઇ ભાગી છુટેલા ટ્રક ચાલકની પોલીસે શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરની ભાગોળે સોખડા પાસે પીબી૪એલ. ૭૭૧૯ નંબરનો ટ્રક વિદેશી દારૂ ભરીને ટ્રક આવ્યાની બાતમીના આધારે એસઓજી પી.આઇ. આર.વાય.રાવલ, પી.એસ.આઇ. પી.એસ.આઇ. એચ.એમ.રાણા, બી.કે.ખાચર, એએસઆઇ જીવણભાઇ પટેલ, અનિલસિંહ ગોહિલ, આર.કે.જાડેજા અને રાજેશ ગીડા સહિતના સ્ટાફે સોખડા પાસે વોચ ગોઠવી દરોડો પાડયો હતો.
પોલીસને જોઇ પી.બી.૪એલ. ૭૭૧૯ નંબરનો ટ્રક રેઢો મુકી શિવ ફાર્મ તરફ ભાગી ગયો હતો. પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાં ચોખાના બાચકા નીચે છુપાવેલી રૂ.૧૮.૬૦ લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ચની ૫,૬૪૦ બોટલ વિદેશી દારૂ મળી આવાત પોલીસે ચોખાના બાચકા, વિદેશી દારૂ અને ટ્રક મળી રૂ.૪૪.૧૦ લાખનો મુદામાલ કબ્જે કરી ભાગી છુટેલા ટ્રક ચાલકની શોધખોળ હાથધરી છે.
ટ્રક ચાલક ઝડપાયા બાદ વિદેશી દારૂ કયાંથી અને કોના માટે લાવ્યો હતો તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે. બેટી પાસેથી રૂ.૨૧ લાખ બાદ બીજા દિવસે સોખડા પાસેથી રૂ.૧૮.૬૦ લાખની કિંમતનો વિદેશી દારૂ પોલીસે ઝડપી લેતા લોકસભાની ચૂંટણી પૂર્વે વિદેશી દારૂનો સ્ટોક એકઠો કરવા પ્રયાસ કરી રહેલા બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે