સદનસીબે જાનહાની ટળી
મોરબી રાજકોટ હાઈવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે જેમાં ટંકારાની લજાઈ ચોકડી પાસે મગફળી ભરેલ ટ્રક પલટી મારી ગયો હતો જોકે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી
ટંકારા નજીક આવેલ લજાઈ ચોકડી પાસેથી પસાર થતો ટ્રક કોઈ કારણોસર પલટી મારી ગયો હતો ટ્રકમાં મગફળી નો જથ્થો ભરેલ હોય ટ્રક પલટી મારી જઈને રોડથી નીચે ખાબક્યો હતો જે અકસ્માતમાં ટ્રકચાલકનો બચાવ થયો હતો અને કોઈ જાનહાની થવા પામી નથી